બોગસ તબીબોને બોગસ ડીગ્રી આપી આર્થિક લાભ લેનારના જામીન નકારાયા
આરોપી ઇરફાન સૈયદે પાંડેસરામાં પકડાયેલા લોકોને ડિગ્રી આપી હતી ઃ પ્રથમ દર્શનીય કેસના અભાવે જામીન માંગ્યા હતા
સુરત
આરોપી ઇરફાન સૈયદે પાંડેસરામાં પકડાયેલા લોકોને ડિગ્રી આપી હતી ઃ પ્રથમ દર્શનીય કેસના અભાવે જામીન માંગ્યા હતા
પાંડેસરા પોલીસે બોગસ તબીબી ડીગ્રીના આધારે પ્રેકટીશ કરવા માટે આર્થિક લાભ મેળવવા ગ્રાહકો શોધી લાવી મદદગારી કરવા બદલ જેલભેગા કરેલા આરોપીની નિયમિત જામીનની માંગને એડીશ્નલ સેશન્સ જજ અશ્વિનકુમાર કે.શાહે નકારી કાઢી છે.
પાંડેસરા પોલીસ દ્વારા વર્ષ-2021થી બોગસ ડીગ્રીના આધારે તબીબી પ્રેકટીશ કરાવવાના ષડયંત્રમાં સામેલ આરોપી ઈરફાન ઈસ્માઈલ સૈયદ(રે.કમરૃનગર ટેનામેન્ટ,મીઠીખાડી લિંબાયત)ની પાંડેસરા પોલીીસે બીએનએસની કલમ-318,(4),308(5),61,3(5)ના ભંગ બદલ તા.9-12-24ના રોજ ધરપકડ કરી જેલભેગો કર્યો હતો.હાલમાં એકાદ માસથ જેલવાસ ભોગવતા આરોપી ઈરફાન સૈયદે ચાર વર્ષ પહેલાં બનાવની વિલંબિત ફરિયાદ કરવાનો ખુલાશો ન કરવા,બોગસ સર્ટીફિકેટ બનાવવા કે મેડીકલ પ્રેકટીશ કરી હોવાનો આરોપી સામે પ્રથમ દર્શનીય કેસ ન હોઈ જામીન આપવા માંગ કરી હતી. જ્યારે એપીપી તેજશ પંચોલીએ જણાવ્યું હતું કે આરોપીએ સહ આરોપીના મેળાપિપણામાં આર્થિક લાભ મેળવી આરોપી રશષ ગુજરાતી તથા ભૂપેન્દ્ર પાસે હાલના આરોપી ગ્રાહકો શોધીને લાવતા હતા.હાલમાં ગુનાની તપાસ ચાલુ હોઈ આરોપીના મોબાઈલ રેકોર્ડીંગ,બેંક સ્ટેટમેન્ટ મેળવીને તપાસ હાથ ધરવામાં આવી છે.જેને કોર્ટે માન્ય રાખી ગુનાની ગંભરતાને ધ્યાને લઈને આરોપી ઈરફાન સૈયદના જામીનની માંગને નકારી કાઢી છે.હાલના આરોપીએ ગેરકાયદે બિનઅધિકૃત્ત રીતે બીઈએમએસના સર્ટીફિકેટના આધારે એલોપેથિક દવા આપી પ્રેકટીશ કરી શકે તેવો વિશ્વાસ આપ્યો હતો.આરોપીએ સર્ટીફિકેટ રીન્યુ ન કરાવશો તો સર્ટી કેન્સલ થઈ જશે તથા પોલીસ અને આરોગ્ય વિભાગની સમસ્યા આવે તો અમને ફોન કરવો કહીને બળજબરીથી નાણાં ઉઘરાવ્યા છે