ત્રણ પેઢીના નામે 70 કરોડથી વધુના બોગસ બીલીંગ કૌભાંડમાં જામીન નકારાયા
અગાઉ 21 બોગસ પેઢીના નામે 40.95 કરોડની ક્રેડીટ ઉસેટવાના ગુનામાં ઉમંગ પટેલને જામીન મળતા વધુ એક ગુનામાં જામીન અરજી કરી હતી
સુરત
અગાઉ 21 બોગસ પેઢીના નામે 40.95 કરોડની ક્રેડીટ ઉસેટવાના ગુનામાં ઉમંગ પટેલને જામીન મળતા વધુ એક ગુનામાં જામીન અરજી કરી હતી
સારોલી
તથા અડાજણ ખાતે ત્રણ બોગસ પેઢીઓના નામે કુલ રૃ.70 કરોડથી પણ વધુ રકમના બોગસ
બીલીંગ કૌભાંડમાં ડીજીજીઆઈ વાપીએ સીજીએસટી એક્ટના ભંગ બદલ જેલભેગા કરેલા આરોપી ઉમંગ
પટેલે ચાર્જશીટ બાદ વધુ એક ગુનામાં જામીન માંગતી અરજીને એડીશ્નલ સેશન્સ જજ દેવેન્દ્ર
એસ.જોશીએ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ નકારી કાઢી છે.
ડીરેકટોરેટ જનરલ ઓફ જીએસટી ઈન્ટેલિઝન્સના વાપીના ઈન્ટેલિઝન્ટ ઓફીસર રોબીન બલહારાએ સારોલી તથા અડાજણ ખાતે મે.આર.કે.એન્ટરપ્રાઈઝ તથા મે.ખટવાંગા ટ્રેડ કોર્પ એલ.એલ.પી.સહિત ત્રણ બોગસ પેઢીઓના નામે 35.88 કરોડ તથા 37.90 કરોડના બોગસ બીલીંગ કૌભાંડ આચરીને સીજીએસટી એક્ટના ભંગ બદલ આરોપી ઉમંગ જોગેશભાઈ પટેલ(રે.પેરાશુટ ઓફ હેપ્પીનેશ,પાલ)ની ગઈ તા.18-10-24ના રોજ ધરપકડ કરી જ્યુડીશ્યલ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો.હાલમાં જેલવાસ ભોગવતા બોગસ બીલ કૌભાંડી ઉમંગ પટેલે ચાર્જશીટ રજુ થયા બાદ જામીન માંગ્યા હતા. બચાવપક્ષે જણાવ્યું હતું કે, આરોપી સીધી કે આડકતરી રીતે ઉપરોકત પેઢીઓ સાથે સંકળાયેલા નથી કે ગેરકાયદે આર્થિક લાભ મેળવ્યો નથી.જેથી બોગસ બીલ આપવાનો કોઈ સવાલ પેદા થતો નથી.તપાસ અધિકારીએ પોતાની કામગીરી બતાવવા ખોટી રીતે ગુનામાં સંડોવી દીધા છે.આ કામે વિશાલ,ઋત્વિક,સન્ની કે તન્ઝીમખાન નામના શખ્શની તપાસ કે અટક કરવામાં આવી નથી.ઈમ્તિયાઝ નામના શખ્શના બેંક ખાતામાં 45 લાખ જમા થયા છે તેની તપાસ નહીં કરીને તપાસ અધુરી રાખી છે.આરોપીને અગાઉના ગુનામાં શરતી જામીન મળ્યા છે.
જ્યારે સરકારપક્ષે ડીજીજીઆઈના રીજ્યોનલ યુનિટ વાપીના ઈન્ટેલિજન્સ ઓફીસરની એફીડેવિટ રજુ કરી સરકારપક્ષે જણાવ્યું હતું કે હાલના આરોપીનો ત્રણ બોગસ પેઢીના નામે બોગસ બીલીંગ કૌભાંડ આચરવામાં સક્રીય ભુમિકા ભજવી છે.આરોપીએ અગાઉ 21 બોગસ પેઢીઓના નામે બોગસ બીલીંગ કૌભાંડ આચરીને 40.95 કરોડની ખોટી રીતે આઈટીસી મેળવી છે.આરોપી દ્વારા મે.ખટવાંગા ટ્રેડ કોર્પ એલએલપીના ખાતામાં રૃ.૨૫ લાખ ટ્રાન્સફર થયા હોવાનું રેકર્ડ પર આવ્યું છે.આ પ્રકારના ગુનામાં જીએસટીના સમગ્ર માળખાને તથા સરકારપક્ષને મોટું આર્થિક નુકસાન થવા ઉપરાંત આરોપીને જામીન આપવાથી સાક્ષી પુરાવા સાથે ચેડા થવાની અને ટ્રાયલમાં હાજર ન રહે તેવી સંભાવના છે.