રોકાણના નામે લોકો સાથે રૃ.2.35 કરોડની ઠગાઈ કરનાર આરોપીઓના જામીન રદ

સાંઈલીલા ઈન્વેસ્ટમેન્ટ પેઢીમાં રોકાણના નામે છેતરપિંડી બદલ જેલભેગા કરાયેલા ચાર આરોપીઓએ જામીન અરજી કરી હતી

Updated: Sep 11th, 2024


Google NewsGoogle News


 

 

રોકાણના નામે લોકો સાથે રૃ.2.35 કરોડની ઠગાઈ કરનાર આરોપીઓના જામીન રદ 1 - image

સુરત

સાંઈલીલા ઈન્વેસ્ટમેન્ટ પેઢીમાં રોકાણના નામે છેતરપિંડી બદલ જેલભેગા કરાયેલા ચાર આરોપીઓએ જામીન અરજી કરી હતી

     

સાંઈલીલા ઈન્વેસ્ટમેન્ટ પેઢીમાં રોકાણ કરવાથી વધુ નફાની લાલચ આપીને કુલ રૃ.2.35 કરોડનું રોકાણ મેળવીને ગુનાઈત ઠગાઈનો કારસો રચી જીપીઆઈડી એક્ટ તથા પ્રાઈઝચીટ્સ એન્ડ મની સર્કયુલેશન સ્કીમ બેનીંગ એક્ટના ભંગ બદલ અડાજણ પોલીસે જેલભેગા કરેલા ચાર આરોપીઓના નિયમિત જામીનની માંગને મુખ્ય જિલ્લા સેશન્સ જજ આર.ટી.વચ્છાણીએ આરોપીઓ વિરુધ્ધ પ્રથમદર્શનીય કેસનો હોઈ પોલીસ તપાસ નાજુક તબક્કામાં હોઈ નકારી કાઢી છે.

અડાજણ પોલીસે વર્ષ-2021 સાંઈલીલા ઈન્વેસ્ટમેન્ટ પેઢી મારફતે શેરમાર્કેટમાં રોકાણ કરવાથી વધુ નફાની લાલચ આપીને મુખ્ય આરોપી મયુરભાઈ નાયકે રોકાણકારોને માસિક વધુ ડીવીડન્ડ ચુકવવાનું જણાવીને રોકાણકારો પાસેથી કુલ રૃ.2.35 કરોડનું રોકાણ મેળવ્યું હતુ.અલબત્ત આરોપી મયુરભાઈ નાયકે રોકાણકારો પાસેથી મેળવેલા રોકાણના નાણાં આરોપી મોહન નામદેવ પવાર,રમીલાબેન મોહન પવાર,રાહુલ સુરેશ નાનોર તથા વિજય દિનેશ પવારના અલગ અલગ બેંક ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા.આરોપી મયુર નાયકે તા.31-12-23ના રોજ આત્મઘાતી પગલું ભર્યું હતુ.

જેથી આ અંગે અડાજણ પોલીસે જીપીઆઈડી એક્ટ તથા પ્રાઈઝ ચીટ્સ એન્ડ મની સર્ક્યુલેશન સ્કીમ બેનીંગ એક્ટના ભંગ બદલ આરોપી મોહન પવાર,રમીલા પવાર,રાહુલ નાાનોર તથા વિજય પવારની ધરપકડ કરી જેલભેગા કર્યા હતા.હાલમાં જેલવાસ ભોગવતા ચારેય આરોપીઓએ નિયમિત જામીન માટે માંગ કરી હતી.જેની સુનાવણી દરમિયાન બચાવપક્ષે મુખ્યત્વે આ કેસના મુખ્ય આરોપી મયુર નાયકે રોકાણકારો પાસેથી  વધુ નફાની લાલચ આપીને નાણાં મેળવ્યા હોઈ હાલના આરોપીઓની ગુનામાં ખોટી સંડોવણી કરવામાં આવી છે.આરોપીઓ સ્થાનિક રહીશ હોઈ ટ્રાયલ સુધી જેલમાં રહે તો પ્રિટ્રાયલ પનીશમેન્ટ થવાની સંભાવના છે.જેના વિરોધમાં સરકારપક્ષે એપીપી રાજેશ ડોબરીયાએ તપાસ અધિકારીની એફીડેવિટ રજુ કરી જણાવ્યું હતું કે આરોપીઓ વિરુધ્ધ છેતરપીંડીથી મેળવેલા કરોડો રૃપિયાના નાણાં હાલના આરોપીઓના બેંક ખાતામાં ટ્રાન્સફર થયા છે.જેથી હાલના આરોપીઓ વિરુધ્ધ ગંભીર ગુનાના પ્રથમ દર્શનીય કેસની તપાસ ચાલુ હોઈ જામીન આપવાથી તપાસ પ્રભાવિત થવા સાથે સાક્ષી પુરાવા સાથે ચેડા થવાની સંભાવના છે.


suratcourt

Google NewsGoogle News