વડોદરા સ્ટેશન પર મેનેજર ચા-નાસ્તો કરવા ઉતર્યા બાદ 76 હજારની મતા ભરેલી બેગની ચોરી
Vadodara : પોરબંદરથી ટ્રેનમાં બેસી પરત સુરત જઈ રહેલા પ્રાઇવેટ કંપનીના મેનેજર નાસ્તો કરવા માટે વડોદરા રેલવે સ્ટેશન પર નીચે ઉતાર્યા હતા. દરમિયાન કોઈ ગઠિયો તેમના લેપટોપ સહિતના સામાન મળી 76 હજાર ની મત્તા ભરેલું બેગ લઈને ફરાર થઈ ગયો હતો. જેથી મેનેજરે આસપાસ તપાસ કરવા છતાં કોઈ પતો નહીં લાગતા ચોરીની રેલવે પોલીસ સ્ટેશન નોંધાવી છે.
સુરત ખાતે ગ્રીન સિટીમાં રહેતા નીતિન સુરેન્દ્ર શ્રીવાસ્તવે રેલ્વે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે હું હેવેલ્સ ઈ ન્ડીયા પ્રા.લી કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરી છું. ગત 17 સપ્ટેમ્બરના રોજ હું સુરતથી કંપનીના કામ અર્થે પોરબંદર ગયો હતો અને કામ પુરૂ થયા બાદ 20 સપ્ટેમ્બરના રોજ પોરબંદર રેલ્વે સ્ટેશનથી ઉપડતી સૌરાષ્ટ્ર એક્સ.ટ્રેનના કોચમાં બેસી મુસાફરી કરતા સુરત આવવા રવાના થયો હતો. તે દરમ્યાન રાત્રીના અરસામાં હું મારી પાસે રહેલ બ્લેક કલરનું લેપટોપ બેગ સીટ ઉપર રાખી સુઈ ગયો હતો. ત્યારબાદ 21 સપ્ટેમ્બરના રોજ સવારે ટ્રેન વડોદરા રેલ્વે સ્ટેશન ઉપર આવી ઉભી રહેતા હું ચા-નાસતો કરવા ટ્રેનમાંથી નીચે ઉતર્યો હતો. તે દરમ્યાન મારી કાળા કલરની લેપટોપ બેગ કે જેમા લેપટોપ, ઘડીયાળ, લેપટોપ ચાર્જર તથા મો.ફોન ચાર્જર સહિત 76 હજારની મતાનું ભરેલું બેગ કોઈ ચોરી ગયું હતું. ટ્રેન ઉપડવાનો સમય થતા હું ચા-નાસતો કરી પરત કોચમાં ચઢયો હતો અને મારી સીટ ઉપર જતા લેપટોપ સહિતના સામાન ભરેલી બેગ જોવા મળી ન હતી. જેથી મેં આસપાસ તપાસ કરવા છતાં બેગનો કોઈ પતો લાગ્યો ન હતો. રેલવે પોલીસે મેનેજરની ફરિયાદના આધારે ગુનો નોંધી ચોરની શોધખોળ હાથ ધરી છે.