દાહોદથી એસટી બસમાં દારૂ લાવનાર કાકી ભત્રીજો ઝડપાયા

Updated: Sep 17th, 2023


Google NewsGoogle News
દાહોદથી એસટી બસમાં દારૂ લાવનાર કાકી ભત્રીજો ઝડપાયા 1 - image


Image Source: Freepik

- એસટી બસમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા કાકી ભત્રીજા ને પોલીસે ઝડપી પાડ્યા છે જ્યારે મુખ્ય સૂત્રધાર ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો

વડોદરા, તા. 17 સપ્ટેમ્બર 2023, રવિવાર

પીસીબી પોલીસ નો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન માહિતી મળી હતી કે વડોદરા રણોલી જીએસએલ કંપની પાસે મહાદેવ ફળિયામાં રહેતો સોમસિંગ લાલાભાઇ ડામોર વિદેશી દારૂની બોટલો લઈને દાહોદ થી બસમાં બેસી એસટી ડેપો ઉતરવાનો છે તેની સાથે તેની પત્ની તથા ભત્રીજો પણ આવવાના છે જેથી મહિલા પોલીસ કર્મચારીને સાથે રાખી પોલીસે એસટી ડેપો ખાતે વોચ ગોઠવી હતી તે દરમિયાન રાજેશ બાલાભાઈ ડામોર રહેવાસી ખેડા પડ્યું જેતપુર તાલુકો ઝાલોદ જીલ્લો દાહોદ તથા મંજુલાબેન સોનસિંઘ ડામોર રહેવાસી મોટા મહાદેવ પડ્યું જીએસીએલ કંપની ની બાજુમાં રણોલી મળી આવ્યા હતા તેમની પાસેના થેલામાંથી પોલીસને વિદેશી દારૂની 118 બોટલ કિંમત રૂપિયા 11800 મળી આવી હતી જ્યારે પોલીસની પૂછપરછ માં જાણવા મળ્યું હતું કે એસટી ડેપો આવતા ત્રણેય જણા બસમાંથી ઉતર્યા હતા પરંતુ સુમસિંગ ડામોર આગળ નીકળી ગયો હતો અને તેની પાછળ આવતા તેના ભત્રીજા અને પત્નીને પોલીસે ઝડપી લીધા હતા. 



Google NewsGoogle News