જામનગરની PVR મલ્ટિપ્લેક્સમાં આજે સવારે પુષ્પા ફિલ્મ રિલીઝ નહીં થઈ શકતાં દર્શકોનો હોબાળો
Jamnagar : જામનગરમાં કાલાવડ બાયપાસ ચોકડી નજીક આવેલા પી.વી.આર. મલ્ટીપ્લેક્સ સિનેમા ગૃહમાં આજે સવારે સાડા છ વાગ્યે પુષ્પા ફિલ્મનો પ્રથમ શૉ રાખવામાં આવ્યો હતો, અને વહેલી સવારે પણ દર્શકો પ્રથમ શૉ નિહાળવા માટે પહોંચી ગયા હતા.
ત્યાં પ્રથમ શૉ શરૂ થઈ શક્યો ન હતો, અને તે માટે ટેકનિકલ ખામી સર્જાઈ હતી. જેથી પ્રેક્ષકોમાં નારાજગી જોવા મળી હતી. કેટલાક પ્રેક્ષકોએ તો હોબાળો મચાવ્યો હતો, જેથી પોલીસ તંત્ર દોડતું થયું હતું. સિનેમા ગ્રહમાં રાખવામાં આવેલા પુષ્પા ફિલ્મના બેનર- પોસ્ટર પણ તોડી નાખ્યા હતા. જો કે પોલીસે પહોંચી જઇ મામલો શાંત પાડ્યો હતો, તેમજ સિનેમાગૃહના સંચાલકો દ્વારા તમામ દર્શકોને રિફંડ આપી દેવાયું હતું, ત્યારબાદ આગળનો શૉ ફરીથી શરૂ કરી દેવામાં આવ્યો છે, અને હાલ મામલો થાળે પડી ગયો છે.