ગરબા રમવા ગયેલી સગીરને નશો કરાવી ત્રણ હેવાનોએ કર્યો સામૂહિક દુષ્કર્મનો પ્રયાસ, આણંદનો ચોંકાવનારો મામલો
Representative image |
Attempted Molestation of A Minor In Anand: રાજ્યમાં છેલ્લાં કેટલાક દિવસમાં જ દુષ્કર્મની અનેક ઘટનાઓ બની છે. દાહોદ, સુરેન્દ્રનગર, વડોદરા, મહેસાણા અને સુરતના માંડવીમાં દુષ્કર્મની ઘટનાની હજુ શાહી સૂકાઈ નથી. ત્યારે આણંદમાં સામૂહિક દુષ્કર્મનો પ્રયાસ કરાયો હોવાની ઘટના બની છે. આરોપીઓએ સગીરાને નશો કરાવી દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો.જો કે, સગીરાએ બૂમાબૂમ કરતા આરોપીઓ ફરાર થઈ ગયા હતા. આ ઘટના અંગે પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
સગીરાને મેડિકલ તપાસ માટે વડોદરા ખસેડાઈ
સગીરાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, આણંદ જિલ્લામાં સારસાના ખડીપુરા પ્રાથમિક શાળામાં મોડી રાત્રે સગીરા સાથે ગામના ત્રણ યુવકોએ દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. સગીરા રાત્રે ગરબા રમવા ગઈ હતી, ત્યારે તેને નશો કરાવી દુષ્કર્મનો પ્રયાસ કરાયો હતો. પરંતુ સગીરાએ બૂમાબૂમ કરતા ત્રણેય નરાધમો ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. આ મામલે સગીરાએ સમગ્ર ઘટનાની જાણ ઘરે કરતાં પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જ્યારે સગીરાને મેડિકલ તપાસ માટે વડોદરા ખસેડાઈ છે.
આ પણ વાંચો: વડોદરા દુષ્કર્મના આરોપીઓને સ્ટ્રેચર પર હૉસ્પિટલ લઈ જવા પડ્યા, 1000 ઘર, 45 કિ.મીના 1100 સીસીટીવી ફંફોળ્યા
સલામત ગુજરાતમાં મહિલાઓ અસલામત!
જે રીતે દુષ્કર્મની ઘટનાઓ વધી રહી છે તે જોતાં લાગી રહ્યુ છે કે, ગુજરાતમાં ગુનેગારોને જાણે મોકળુ મેદાન મળ્યુ છે. ખાખી વર્દીનો કોઈને ડર રહ્યો નથી. આ પરિસ્થિતી વચ્ચે ગૃહમંત્રી શેખી મારી રહ્યા છે. ત્યારે સલામત ગુજરાતમાં જ મહિલાઓ અસલામતી અનુભવી રહી છે.
વડોદરા સામૂહિક દુષ્કર્મ કેસના આરોપીઓ પકડાયાં
ઉલ્લેખની છે કે, વડોદરાના ભાયલી ગામની સીમમાં અવાવરું જગ્યાએ ધોરણ 11 સાયન્સની વિદ્યાર્થિની અને તેના બોયફ્રેન્ડને બાનમાં લઈ પોલીસના નામે રૂઆબ છાંટી ત્રણ નરાધમોએ વિદ્યાર્થિની પર સામૂહિક દુષ્કર્મ આચર્યુ હતું. આ મામલે વડોદરા ક્રાઇમ બ્રાન્ચે આરોપી મુન્ના અબ્બાસ, આફતાબ સુબેદાર અને શાહરુખ વણઝારાની ધરપકડ કરી છે.