જામનગરમાં મધરાતે પરિણીતાની આબરૂ લેવાનો પ્રયાસ : પાડોશી શખ્સે ઘરમાં ઘુસી મહિલા પર નિર્લજ્જ હુમલો કરી કપડાં ફાડી નાખ્યા
Jamnagar : જામનગર શહેરના ધરારનગર વિસ્તારમાં એક ઈસમે પડોશમાં રહેતી એક મહિલાના ઘરમાં મધરાતે ઘુસી જઇ ઈજ્જત લેવાનો પ્રયાસ કરતાં ચકચાર મચી હતી.
આ ચકચારી બનાવની વિગત એવી છે કે, ધરારનગર વિસ્તારમાં રહેતી એક પરિણીતા ગત રાત્રે પોતાના ઘરમાં બાળકો સાથે સૂઈ રહી હતી, ત્યારે રાત્રિના અગિયાર વાગ્યાના અરસામાં પડોશમાં રહેતા જાવેદ જમાલભાઈ ખુંભીયાએ દરવાજો ખોલાવડાવી અંદર પ્રવેશી પરિણીતાને અડપલાં કરી કપડાં ફાડી નાખી આબરૂ લેવાનો પ્રયાસ કર્યો હતો.
જો કે મહિલાએ બુમાબુમ કરતાં તેનો પૂત્ર જાગી ગયો હતો, અને તે વચ્ચે બચાવવા પડતાં જાવેદે તેની સાથે ઝપાઝપી કરી મૂઢમાર મારી ઘરનો સામાન ફેંકી તોડફોડ કરી ફરાર થઈ ગયો હતો. આ બનાવ અંગે મહિલાની ફરિયાદના આધારે સીટી સી.ડીવીજન પોલીસે આરોપી જાવેદ જમાલભાઈ ખુંભીયા સામે છેડતીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.