Get The App

પાલ આરટીઓ નજીક શ્રમજીવી તરૂણીનો હાથ પકડી જબરજસ્તી અંધારમાં ખેંચી જવાનો પ્રયાસ

Updated: Mar 1st, 2024


Google NewsGoogle News
પાલ આરટીઓ નજીક શ્રમજીવી તરૂણીનો હાથ પકડી જબરજસ્તી અંધારમાં ખેંચી જવાનો પ્રયાસ 1 - image



- દુકાનેથી દૂધ અને શેમ્પૂ લઇ ઘરે જઇ રહી હતી ત્યારે પરિચીતે રસ્તામાં અટકાવીઃ બચાવવાનો પ્રયાસ કરનાર નાના ભાઇને ધક્કો મારી ફેંકી દીધો


સુરત
પાલ આરટીઓ પાછળ ઝુંપડપટ્ટીમાં આવેલી દુકાનમાંથી દૂધ અને શેમ્પૂ લઇ પરત ઘરે જઇ રહેલી તરૂણીને રસ્તામાં આંતરી કનડગત કરવા ઉપરાંત હાથ પકડીને જબરજસ્તી અંધારામાં લઇ જવાનો પ્રયાસ કરનાર પરિચીત યુવાન વિરૂધ્ધ અડાજણ પોલીસમાં ફરિયાદ નોંધાય છે.

પાલ આરટીઓ નજીક શ્રમજીવી તરૂણીનો હાથ પકડી જબરજસ્તી અંધારમાં ખેંચી જવાનો પ્રયાસ 2 - image
પાલ-ઉમરા તાપી બ્રિજ વિસ્તારમાં રહેતા અને બાંધકામ મજૂરી કામ કરતા દંપતીની 17 વર્ષીય પુત્રી કવિતા (નામ બદલ્યું છે) ગત સાંજે માતા સાથે મજૂરી કામ ઉપરથી પરત આવી હતી. દરમિયાનમાં સાંજે સાડા સાત વાગ્યાના અરસામાં પાલ આરટીઓની પાછળ ઝુંપડપટ્ટીમાં આવેલી દુકાનમાંથી શેમ્પૂ, દૂધ લઇને પરત આવી રહી હતી. ત્યારે પરિચીત રાજુ ઉર્ફે શેરા તેરસિંગ નેટરતા (રહે. પાલ આરટીઓ પાછળ ઝુંપડપટ્ટીમાં, સુરત અને મૂળ. નાના પાડલા, તા. દાહોદ, ઝાલોદ) એ દુકાનની નજીક ખુલ્લામાં બે હાથ ઉંચા કરી કવિતાને અટકાવી હેરાન કરવાનું ચાલુ કર્યુ હતું. જેથી કવિતા દોડીને પોતાના ઘર તરફ જઇ રહી હતી ત્યારે રાજુએ કવિતાને પાલ-ઉમરા બ્રિજ નીચે અટકાવી તેનો હાથ પકડીને પોતાનો બદઇરાદો પાર પાડવા અંધારામાં લઇ જવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આ અરસામાં કવિતાની શોધખોળ કરતો તેનો 10 વર્ષીય નાનો ભાઇ ત્યાં આવી પહોંચતા બહેનને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ નરાધમ રાજુએ ભાઇને ધક્કો મારી દેતા તે તુરંત જ માતા પાસે દોડી ગયો હતો. જેથી તેઓ દોડી આવતા રાજુ ભાગી ગયો હતો. રાજુની કરતૂત અંગે તેના માતા-પિતાને જાણ કરતા પંચાયતમાં સામાજીક રીતે સમાધાન કરવાનું કહ્યું હતું પરંતુ રાજુએ પરિવારને મારી નાંખવાની ધમકી આપતા છેવટે ફરિયાદ નોંધાવી હતી.


Google NewsGoogle News