સુરત બાદ ભરુચમાં પણ પથ્થરમારો-તોડફોડ, બે જૂથના લોકો વચ્ચે ઝંડા લગાવવા બાબતે થયું ઘર્ષણ

Updated: Sep 11th, 2024


Google NewsGoogle News
Attempt To Disturb Peace in Bharuch


Attempt To Disturb Peace in Bharus: ગુજરાતના સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટના બાદ વધુ એક કોમી ઘર્ષણના અહેવાલો સામે આવી રહ્યા છે. આ વખતે ભરૂચમાં બે સમુદાયના લોકો વચ્ચે મોડી રાતે અથડામણના અહેવાલ સામે આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આવનારા દિવસોમાં બે મોટા તહેવાર એકસાથે આવી રહ્યા છે જેની ઉજવણીની તૈયારીઓ વચ્ચે આ બબાલ થઇ હોવાનું માનવામાં આવી રહ્યું છે. તોફાની તત્વો આ રીતે ગુજરાતનો માહોલ પણ બગાડવાનો પ્રયાસ કરી રહ્યા હોવાના દાવા થઇ રહ્યા છે.  

સુરત બાદ ભરુચમાં પણ પથ્થરમારો-તોડફોડ, બે જૂથના લોકો વચ્ચે ઝંડા લગાવવા બાબતે થયું ઘર્ષણ 2 - image

મામલો કેમ બીચક્યો? 

માહિતી મુજબ બી. ડિવિઝન પોલીસમથકના કુકરવાડામાં આવેલા ગોકુળનગર નજીક બે સમુદાયના લોકો વચ્ચે ધાર્મિક તહેવારોની ઉજવણી માટે ઝંડા લગાવવા જતા મામલો બીચક્યો હોવાનું જણાવાઈ રહ્યું છે. આ દરમિયાન ભારે પથ્થરમારો અને તોડફોડ જેવી ઘટનાઓ બની હતી. અથડામણ દરમિયાન 2 લોકો ઈજાગ્રસ્ત થયાની પણ જાણકારી મળી રહી છે. 

આ પણ વાંચો: મંડપમાં પથ્થર ફેંકનાર છ બાળકો પૈકી એક 'શાતીર' છે, પોલીસને પણ ચકરાવે ચઢાવે છે

સુરત બાદ ભરુચમાં પણ પથ્થરમારો-તોડફોડ, બે જૂથના લોકો વચ્ચે ઝંડા લગાવવા બાબતે થયું ઘર્ષણ 3 - image


પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો

ઘટનાની જાણકારી મળતાં એસ.પી. મયુર ચાવડા સહિત સમગ્ર પોલીસ કાફલો દોડી આવતા સ્થિતિ થાળે પડી હતી. ત્યારબાદ કોઈ અણગમતી ઘટના ન બને તેને ધ્યાનમાં રાખીને ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી હતી અને મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવાયો હતો. હાલમાં સીસીટીવી ફૂટેજની મદદથી તોફાનીઓને શોધવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

સુરત બાદ ભરુચમાં પણ પથ્થરમારો-તોડફોડ, બે જૂથના લોકો વચ્ચે ઝંડા લગાવવા બાબતે થયું ઘર્ષણ 4 - image


Google NewsGoogle News