કાર પાર્કિંગ બાબતે ઝઘડો થતા લોખંડના પંચથી હુમલો

Updated: Oct 23rd, 2023


Google NewsGoogle News
કાર પાર્કિંગ બાબતે ઝઘડો થતા લોખંડના પંચથી હુમલો 1 - image


Image Source: Freepik

વડોદરા, તા. 23 ઓક્ટોબર 2023, સોમવાર

ન્યુ વીઆઇપી રોડ પર કાર પાર્કિંગના બાબતે ઝઘડો થતાં લોખંડના પંચ વડે હુમલો કરી આંખ મોડા તથા ના ભાગે ઈજા પહોંચાડનાર હુમલાખોર સામે પોલીસે ગુનો દાખલ કર્યો છે.

ન્યુ વીઆઇપી રોડ સાઈનાથ કોમ્પ્લેક્સ માં રહેતા પ્રકાશભાઈ રતિલાલ સોલંકી હોસ્પિટલમાં હાઉસકીપિંગ નો કોન્ટ્રાક્ટ રાખે છે બાપોદ પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે ગઈકાલે 2:30 વાગે હું મારા ઘરે આવ્યો હતો અને મારી કાર કોમ્પલેક્ષની સામે પાર્કિંગમાં પાર્ક કરી હતી. તે સમય અમારા કોમ્પલેક્ષમાં રહેતો કુણાલ રાજે તેના મકાનની બહાર લોભી માં ઉભો રહી મને કહ્યું હતું કે અહીંયા ગાડી પાર્ક કરવી નહીં અને તે મને ગાળો બોલવા લાગ્યો હતો. જેથી મેં તેને ગાળો બોલવાની ના પાડતા તે ઘરમાં જઈ લોખંડનો પંચ લઈ આવ્યો હતો. તેણે મારા પર હુમલો કરી ડાબી આંખ તથા મોઢા પર અને હોઠ પર ઈજા પહોંચાડી હતી તે દરમિયાન અમારા કોમ્પલેક્ષમાં રહેતા અન્ય દુકાનદારો આવી જતા મને વધુ મારામાંથી બચાવ્યો હતો.


Google NewsGoogle News