Get The App

ગોધરામાં ચાલી રહ્યું હતું મોટું ષડયંત્ર? ATSએ બે શંકાસ્પદોને દબોચ્યા, 25 દિવસ પાકિસ્તાનમાં રોકાયા હતા

Updated: Dec 18th, 2024


Google NewsGoogle News
ગોધરામાં ચાલી રહ્યું હતું મોટું ષડયંત્ર? ATSએ બે શંકાસ્પદોને દબોચ્યા, 25 દિવસ પાકિસ્તાનમાં રોકાયા હતા 1 - image


ATS Operation in Godhra : પંચમહાલના ગોધરાના બે શખસો 25 દિવસ પાકિસ્તાનથી રોકાઈને ગુજરાત પરત ફર્યા હોવાની પોલીસને જાણકારી મળી હતી. ત્યારબાદ ગુજરાત ATSની ટીમ દ્વારા ગોધરામાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં ગોધરામાંથી બે શંકાસ્પદ શખસોને ATSએ દબોચીને એસપી કચેરી ખાતે વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. 

મળતી માહિતી મુજબ, પંચમહાલના ગોધરા શહેરમાં વહેલી સવારથી ગુજરાત ATSએ સ્થાનિક પોલીસને સાથે રાખી સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું. જેમાં ATSએ 25 દિવસ પાકિસ્તાનમાં રોકાયેલા બે શખસની અટકાયત કરી હોવાની જાણકારી મળી રહી છે. 

આ પણ વાંચો: ભરૂચ દુષ્કર્મ કેસ: ઝારખંડ સરકારના મંત્રીએ બાળકી-પરિવારજનો સાથે કરી મુલાકાત, પીડિતાની હાલત નાજુક

અમદાવાદના સાણંદમાં મદરેસામાં કામ કરતા શંકાસ્પદ આદિલ નામના શખસને થોડા દિવસ પહેલા NIA (નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી)એ અટકાયત કરી હતી. જેમાં NIAએ દબોચી પાડેલા શખસનું આતંકી સંગઠન જૈશ-એ- મોહમ્મદ સાથેના કનેકશનની આશંકા હોવાથી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. જો કે, સમગ્ર મામલે આદિલની પૂછપરછ કર્યા બાદ તેને છોડી મૂકવામાં આવ્યો હતો. જ્યારે આ મામલે સ્થાનિક પોલીસને આદિલ પર નજર રાખવા સૂચના આપી હતી.


Google NewsGoogle News