ભાજપ સામે બાંયો ચડાવનારાનું ભાજપમાં 'હાર્દિક' સ્વાગત
- હાર્દિક પટેલે ભાજપમાં જોડાતા પહેલા કમલમ્ સુધીના રસ્તામાં જોરદાર શક્તિ પ્રદર્શન કર્યું
ગાંધીનગર, તા. 02 જૂન 2022, ગુરૂવાર
યુવા પાટીદાર નેતા હાર્દિક પટેલ આખરે ભાજપમાં જોડાઈ ગયા છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે કમલમ ખાતે હાર્દિક પટેલને ભાજપનો ખેસ ધારણ કરાવ્યો હતો. જ્યારે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલે હાર્દિકને ટોપી પહેરાવી હતી.
હાર્દિક પટેલે આજે સવારે પોતાના ઘરે દુર્ગા પૂજા કરી હતી અને ત્યાર બાદ સ્વામીનારાણય મંદિર ખાતે પૂજા કરીને સંતોના આશીર્વાદ લીધા હતા.
હાર્દિક પટેલે ભાજપમાં જોડાતા પહેલા કમલમ્ સુધીના રસ્તામાં જોરદાર શક્તિ પ્રદર્શન પણ કર્યું હતું. હાર્દિક પટેલના સ્વાગતમાં કમલમથી ગાંધીનગર તરફ અને અમદાવાદ તરફ જતા રોડ પર પોસ્ટર્સ લગાવીને તેને આવકાર આપવામાં આવ્યો હતો. પોસ્ટર્સમાં હાર્દિકને રાષ્ટ્રપ્રેમી યુવા નેતા ગણાવવામાં આવ્યો છે. અન્ય એક પોસ્ટરમાં હાર્દિકને યુવા હૃદય સમ્રાટ ગણાવવામાં આવ્યો હતો.
વધુ વાંચોઃ દર 10 દિવસે એક કાર્યક્રમ કરીશું, કોંગ્રેસી MLAsને ભાજપમાં ખેંચી લાવીશું: હાર્દિક પટેલ