Get The App

BJPના ધારાસભ્ય સાથે ફરતાં કાર્યકરે 1.20 કરોડ ઉછીના લઈ વાપરી નાંખ્યા, પોલીસ નથી લેતી ફરિયાદ

Updated: Mar 29th, 2025


Google News
Google News
BJP Chandresh Patel Rs.1.20 Crore


BJP Chandresh Patel Rs.1.20 Crore Fraud: માતર ભાજપના ધારાસભ્ય કલ્પેશ પરમાર સાથે ફરતા ભાજપના નેતા ચંદ્રેશ ઉર્ફે પોપટ પટેલે રાઈસ-મિલ બચાવવા લિંબાસીના મિત્ર પાસેથી રૂ. 1.20 કરોડ લીધા હતા. જે રૂપિયા પરત નહીં આપતા ફરિયાદ-રજૂઆત કરવા છતા પોલીસ ફરિયાદ ન લેતી હોવાનો આક્ષેપ કરાયો છે. ડીવાયએસપીના દબાણના કારણે પોલીસ યોગ્ય તપાસ નહીં કરતી હોવાની અને આરોપીઓની ધરપકડ ન કરતી હોવાના આક્ષેપ સાથે પરિવારે ખેડા જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી છે.

માતરના લિંબાસીમાં માલાવાડા ચોકડી પાસે રહેતા જીગર ઠક્કર અને તેમના પરિવારે આજે ખેડા જિલ્લા પોલીસ વડાને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, માતરના ધારાસભ્ય કલ્પેશ પરમાર સાથે ફરતા ભાજપના નેતા ચંદ્રેશ ઉર્ફે પોપટ પટેલની રાઈસ-મિલ બેંક હરાજીમાં હતી, તે વખતે બંને મિત્રો હોવાથી ચંદ્રેશ પટેલે આ રાઈસ-મિલ બચાવવા માટે જીગર ઠક્કર પાસે મદદ માંગી હતી. જીગર ઠક્કરે રાઈસ-મિલ માટે જૂન-2023માં 1.20 કરોડ રૂપિયા ચંદ્રેશ પટેલને આપ્યા હતા. 

તે વખતે જામીન પેટે ચંદ્રેશ પટેલની 8 ગુંઠા જગ્યા જીગર ઠક્કરને આપવાનું નક્કી થયું હતું, જેથી જીગર ઠક્કરે પોતાના વિશ્વાસુ અને રાઈસ-મિલમાં જ નોકરી કરતા ઈનાયતમિયાના નામે આ જમીન કરાવી હતી. ચંદ્રેશ અને જીગર વચ્ચે થયેલા સોદા મુજબ 1.20 કરોડ પરત આપે તે વખતે આ 8 ગૂંઠા જમીન પરત ચંદ્રેશ પટેલને આપવાની હતી. આ સમગ્ર બાબતો વચ્ચે પોલીસ દ્વારા જીગરની ફરિયાદો લેવામાં ન આવતી હોવાનો આક્ષેપ કરાયો છે. 

જીગરે જે બે ફરિયાદ નોંધાવી છે, તેમાં ડીવાયએસપીના દબાણના કારણે પોલીસ યોગ્ય તપાસ ન કરતી હોવાનું અને આરોપીઓ વિરુદ્ધ જરૂરી કલમો પણ ઉમેરવા સહિત ધરપકડ પણ ન કરતી હોવાનો આક્ષેપ કર્યો છે. જેથી આ મામલે ત્વરિત યોગ્ય ન્યાય અપાય તેવી માંગણી પરિવારે કરી છે.

વિશ્વાસુએ ઉચાપત કરી ચંદ્રેશ સાથે ભળી જતા 8 ગુંઠા જમીન ગઈ

જીગરની રાઈસમીલમાં નોકરી કરતા વિશ્વાસુ ઈનાયતમિયાએ રાઈસ-મિલમાં અન્ય ઈસમો સાથે મળી અને 91.54 લાખ રૂપિયાની ઉચાપત કરી હતી. રાઈસમીલના કાગળો તપાસતા ઉચાપતનો આંકડો કરોડોમાં પહોંચ્યો હતો. જે મામલે જીગરે તેની સામે ફરિયાદ નોંધાવી અને બાદમાં ચંદ્રેશ પટેલ આ ઈનાયતમિયા પાસે ભળી ગયો હતો. અગાઉ ઈનાયતમિયાના નામે 8 ગુંઠા જમીન કરી હતી, તેમાં પણ જીગર ઠક્કરનો કોઈ લાગભાગ નથી એવું ઇનાયત દ્વારા કહેવડાવ્યું હોવાનો આક્ષેપ થઇ રહ્યો છે. જ્યારે જીગરના માણસો જમીન પર જતા તેમને પણ તગેડી મુક્યા હતા.

આ પણ વાંચો: જામનગરમાં પરપ્રાંતીય શ્રમિકનું બ્રેઈનડેડ થતા પરિવારનો અંગદાનનો નિર્ણય, અમદાવાદ મોકલવા માટે કોરિડોર બનાવાયો

ડીજીપી અને મહિલા આયોગની સૂચનાની પણ અવગણના

સમગ્ર મામલે ડીજીપીને ફરિયાદ બાદ ન્યાયિક તપાસ કરવા સૂચન કર્યું હતું. આ તરફ મહિલા આયોગમાં ફરિયાદ કરાતા ત્યાંથી પણ ચંદ્રેશ પટેલ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના અપાઈ હતી. છતાં ખેડા જિલ્લા પોલીસ દ્વારા આ સૂચનાઓની ધરાર અવગણના કરી અને ચંદ્રેશ પટેલ અને તેના મળતિયાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાને બદલે જીગર ઠક્કરને માર મારી જમીનનો કબજો લઈ લીધો હોવાનો પણ આક્ષેપ કર્યો છે.

BJPના ધારાસભ્ય સાથે ફરતાં કાર્યકરે 1.20 કરોડ ઉછીના લઈ વાપરી નાંખ્યા, પોલીસ નથી લેતી ફરિયાદ 2 - image

Tags :