વડોદરામાં દિવ્યાંગોને રાહત થાય તેવા નિશુલ્ક સાધનો માટે એસેસમેન્ટ કેમ્પ યોજાશે
image: Freepik
Vadodara : વડોદરા જિલ્લામાં 40 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગોને રાહત થાય તેવા નિશુલ્ક સાધનો માટે એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લાના વિવિધ તાલુકાઓમાં તા.4થી તા.9 એપ્રિલ સુધી દિવ્યાંગજનો એસેસમેન્ટ કરી નામ નોંધણી કરાવી શકશે.
ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય તથા જિલ્લા વહીવટી તંત્રના સંયુકત ઉપક્રમે આ કેમ્પ યોજાઈ રહ્યા છે. દિવ્યાંગોને ટ્રાયસીકલ, મોટરાઇઝડ ટ્રાઇસિકલ, સ્માર્ટ ફોન,વ્હીલચેર, કાખઘોડી, શ્રવણયંત્ર, ટી.એલ.એમ કીટ, કૃત્રિમ અંગ, કેલીપર્સ, વિગેરે માટે એસેસમેન્ટ કરાશે. તા.4ના રોજ સામુહિક આરોગ્ય કેન્દ્ર બાજવા, તા.5ના રોજ દીપક ફાઉન્ડેશન, સમાજ સુરક્ષા સંકુલ પેન્શનપુરા, તા.7ના રોજ સામુહિક આરોગ્ય કેન્દ્ર, વાઘોડિયા, તા.8ના રોજ સામુહિક આરોગ્ય કેન્દ્ર સાવલી અને તા.9 ના રોજ સામુહિક આરોગ્ય કેન્દ્ર, ડેસર ખાતે સવારે 10 કલાકથી નામ નોંધણી કરાવી શકાશે. વધુ માહિતી માટે જિલ્લા સમાજ સુરક્ષા કચેરી, નર્મદા ભવન, વડોદરાનો સંપર્ક કરી શકાશે.