નિઝામપુરાના ટી સ્ટોલ પર મોડીરાતે યુવક પર તિક્ષ્ણ હથિયાર વડે હુમલો
ફતેગંજ વિસ્તારમાં તાજેતરમાં ચા પીવા જતા યુવક પર હુમલો કરવાના અને કેફેમાં મારામારીના બનેલા બનાવ બાદ નિઝામપુરા વિસ્તારમં ગઇરાતે એક યુવક પર તિક્ષ્ણ હથિયાર વડે હુમલાનો બનાવ બન્યો હતો.
નવાયાર્ડ વિસ્તારમાં કુંભારચાલમાં રહેતા મહેતાબ પઠાણે પોલીસને કહ્યું હતું કે,હું મારા ભાઇના ઇંટોના ભઠ્ઠા પર હિસાબનું કામ કરું છું.ગઇકાલે રાતે હું અને ખુરશીદ પઠાણ નિઝામપુરામાં સેવસળની લારી પાસે ટી સ્ટોલ પર ચા પીવા બેઠા હતા ત્યારે અમારે ત્યાં લાકડા સપ્લાય કરતો મો.ખાલીક ઇલ્યાસખાન પઠાણ(કુંભાર ચાલ,નવાયાર્ડ) પણ આવ્યો હતો.તેણે ધંધાના હિસાબ બાબતે તકરાર કરી ચાકુ વડે હુમલો કર્યો હતો.લોકોએ વચ્ચે પડી મને બચાવ્યો હતો.જેથી ફતેગંજ પોલીસે ગુનો નોંધ્યો છે.