સોપારી-મરીના વેચાણના નામે ઠગાઈ માં આસામના આરોપીના જામીન નકારાયા
ઈન્ડીયા માર્ટ એપ્લીકેશન મારફતે ગ્રાહકોનો સંપર્ક સહઆરોપીઓ સાથે કરાવ્યો હતો ઃ રૃા.1.03 કરોડ પેમેન્ટ લઇ માલ મોકલ્યો જ નહોતો
સુરત
ઈન્ડીયા માર્ટ એપ્લીકેશન મારફતે ગ્રાહકોનો સંપર્ક સહઆરોપીઓ સાથે કરાવ્યો હતો ઃ રૃા.1.03 કરોડ પેમેન્ટ લઇ માલ મોકલ્યો જ નહોતો
સુરત ક્રાઈમ બ્રાંચે 1.03 કરોડનો સોપારી-મરીની ઓર્ડરની સામે નાણાં મેળવીને માલ નહીં મોકલી ઠગાઈના ગુનાઈત કારસામાં જેલભેગા કરેલા આસામ- સીલ્ચરના નેશનલ ટ્રેડીંગ સપ્લાયર્સના આરોપી વેપારીએ કરેલી જામીનની માંગને એડીશ્નલ સેશન્સ જજ વિજયસિંહ અભેસિંહ રાણાએ આરોપીઓ વિરુધ્ધ પ્રથમ દર્શનીય કેસનો નિર્દેશ આપી નકારી કાઢી છે.
પુણાગામ અયોધ્યાનગર સોસાયટીમાં રહેતા ફરિયાદી ગીરીશ જીવનભાઈ ડોબરીયા તથા અન્ય વેપારીઓએ મૂળ આસામ-સિલ્ચરના નેશનલ ટ્રેડીંગ સપ્લાયર્સના નામે સોપારી-મરીનો વેપાર કરતા આરોપી મુસ્તુફા કમલ મઝુમદેર ઉર્ફે અકરમ,મહેબુબુલ કમલ મઝુમમદાર ઉર્ફે સમ્મી,અમઝદ હુશેન લશ્કર,મોહસીન કમાલ મઝુમદાર ઉર્ફે જીમ્મી અજીઝુલ હક્ક મઝુમદારે સપ્ટેમ્બર-2021થી મે-2022 દરમિયાન સોપારી-મરીના ઓર્ડર પેટે રૃ.75.11 લાખ નાણાં મેળવ્યા હતા.પરંતુ માત્ર રૃ.17.50 લાખની સોપારી મોકલી 2.50 લાખ પરત કર્યા હતા.જ્યારે બાકીના 55.11 લાખનો સોપારી-મરીનો માલ કે પૈસા પરત આપ્યા નહોતા.જ્યારે સાક્ષી સિધ્ધાર્થ નરેશ વેકરીયા સાથે આરોપીઓએ 4.27 લાખ મળીને કુલ 59.39 લાખની ઠગાઈનો કારસો રચતા સુરત ક્રાઈમ બ્રાંચમાં આરોપીઓ વિરુધ્ધ ફરિયાદ નોંધાઈ હતી.
આ ગુનામાં સુરત ક્રાઈમ બ્રાંચે જેલભેગા કરેલા આસામના આરોપી મોહસીન કમાલ મઝુમદાર ઉર્ફે જીમ્મી(રે.મઝુમડેર લેન,કનકપુર પાર્ટ-2કાથલ ગ્રાન્ટ સિલ્ચર આસામ)એ જામીન માટે માંગ કરી હતી.આરોપીના બચાવપક્ષે જણાવ્યું હતું કે આરોપીનું ફરિયાદમાં નામ નથી માત્ર સહ આરોપીના ભાઈ થતા હોવાના કારણે ખોટી સંડોવણી કરવામાં આવી છે.આરોપીનું ઈન્ડીયા માર્ટ વેબસાઈટમાં કોઈ રેકર્ડ ફાઉન્ડ થતું નથી.આરોપીના પિતા આસામના નિવૃત્ત પોલીસ અધિકારી તથા ચીફ મીનીસ્ટરના એવોર્ડથી સન્માનિત થયા છે.જેના વિરોધમાં સરકારપક્ષે એપીપી નીતિન ચોડવડીયાએ તપાસ અધિકારીની એફીડેવિટ રજુ કરી જણાવ્યું હતું કે હાલના આરોપીએ અન્ય આરોપીઓ સાથે મળીને ફરિયાદી તથા અન્ય સાક્ષીઓ પાસેથી સોપારી-મરીના મોટા પાયા પર જથ્થાનો ઓર્ડર મેળવી નાણાં ચુકવવા છતાં માલ કે પેમેન્ટ પરત નહીં આપી ઠગાઈ કરી છે.આરોપીએઈન્ડીયા માર્ટ નામે એપ્લીકેશન પર ગ્રાહકોને મુલાકાત પોતાના ભાઈઓ સાથે કરાવી આસામમાં બોલાવીને પૈસા પડાવી લે છે.હાલના આરોપી ગુનાના મુખ્ય આરોપી છે.આ કેસના સહ આરોપી અમજદ હુશેન લશ્કરને પકડવાનો બાકી છે.જેની વિરુધ્ધ ગૌહાટી પોલીસમાં પણ આ પ્રકારનો ગુનો નોંધાયો છે.