જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમમાં ફરજ બજાવતા ASI હિરેન વરણવાની રાષ્ટ્રપતિ ચંદ્રક માટે પસંદગી
Jamnagar Police : જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમમાં ફરજ બજાવતા એ.એસ.આઈ. હિરેન વરણવાની 26મી જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ ચંદ્રક માટેની પસંદગી થઈ છે, તેથી જામનગરના પોલીસ બેડામાં ખુશીની લહેર પ્રસરી છે.
જામનગરની લોકલ ક્રાઈમ બ્રાંચમાં ફરજ બજાવતા એ.એસ.આઈ. હિરેનભાઈ બાબુલાલ વરણવાને પોલીસ વિભાગમાં સરાહનીય કામગીરી માટે આવતીકાલે 26 જાન્યુઆરી માટે જાહેર થયેલા પ્રેસિડેન્ટ મેડલ માટે પસંદગી કરવામાં આવી છે, જે જામનગર અને ગુજરાત પોલીસ માટે ગૌરવની વાત છે.
સમગ્ર ગુજરાતમાંથી નવ અધિકારીઓ અને કર્મચારીઓ પૈકી જામનગરના એકમાત્ર હિરેન વરણવાની રાષ્ટ્રપતિ ચંદ્રક મેળવવા માટેની પસંદગી થઈ છે, જેને લઈને જામનગરના પોલીસ બેડામાં ખુશીની લહેર પ્રસરી છે, અને હિરેનભાઈને અભિનંદનની વર્ષા થઈ રહી છે.