Get The App

અષાઢ અનરાધાર : દ્વારકામાં વધુ 7 ઈંચ, જુનાગઢ 8 , વેરાવળ 5, તાલાલામાં 4 ઈંચ

Updated: Jul 20th, 2024


Google NewsGoogle News
અષાઢ અનરાધાર : દ્વારકામાં વધુ 7 ઈંચ, જુનાગઢ 8 , વેરાવળ 5, તાલાલામાં 4 ઈંચ 1 - image


આખા ગુજરાતનો વરસાદ જાણે એકસામટો 2-3 જિલ્લામાં વરસી રહ્યો છે!  : દ્વારકામાં દુકાનો,બેન્કોમાં કમરડુબ 4થી 6 ફૂટ પાણી :  ભરાયા,વાંકાનેર પંથકમાં વિજળી પડતા મોત, જામનગરમાં છજુ તૂટતા 4ને ઈજા,જુનાગઢમાં પુરૂષ તણાયો

રાજકોટ, : મેઘરાજાનું આ વર્ષે વિચિત્ર રૌદ્ર રૂપ જોવા મળી રહ્યું છે, સચરાચર ભારે વરસાદને બદલે જુનાગઢ,પોરબંદર,દ્વારકા જિલ્લાઓના  સ્થળો ઉપર જાણે કે આખા ગુજરાતનો વરસાદ સામટો ખાબકતો હોય તેવો ભારે વરસાદ આજે સતત ત્રીજા દિવસે વરસ્યો હતો. એક તરફ  રાજ્યના ૪૧ તાલુકામાં પાંચ ઈંચથી ઓછો વરસાદ છે ત્યારે સૌરાષ્ટ્રના આ તાલુકામાં ચાર-પાંચ કલાકમાં આટલો વરસાદ વરસી જાય છે. 

દ્વારકામાં આજે સવારે ૬ વાગ્યા સુધીના ૨૪ કલાકમાં પૂરો ૧૫ ઈંચ વરસાદ ખાબક્યા બાદ આજે સવારે ૬થી સાંજે ૬ સુધીમાં વધુ ધોધમાર  ૭ ઈંચ વરસાદ ખાબક્યો હતોે. તો જુનાગઢમાં પણ આજે ધોધમાર આઠ ઈંચ વરસાદ અને પાટણ વેરાવળમાં પાંચ ઈંચ તથીા વંથલી  અને તાલાલામાં ચાર-ચાર ઈંચ વરસાદથી આ ત્રણ જિલ્લાઓમાં મુશળધાર વરસાદનું જોર યથાવત્ જારી રહ્યું હતું. વેપાર ધંધા, માર્ગ  વાહન વ્યવહાર, શિક્ષણ કાર્ય સહિતને પણ માઠી અસર પહોંચી હતી. ત્રણ દિવસથી સતત ભારે વરસાદથી દ્વારકા,પોરબંદર,જુનાગઢના લોકો  મેઘરાજાને ખમૈયા કરવા વિનવે છે તો બીજી તરફ રાજકોટ જેવા શહેરો મેઘરાજા મન મુકીને વરસે તેવું ઈચ્છી રહ્યા છે જ્યાં આજે ગાજવીજ  સાથે હળવા ઝાપટાં જ વરસ્યા હતા. 


Google NewsGoogle News