Get The App

Banaskantha News : આસારામે શરતી જામીનનો કર્યો ભંગ ! પાલનપુરના મહેશ્વરી હોલમાં યોજ્યો સત્સંગ !

Updated: Jan 26th, 2025


Google NewsGoogle News
Banaskantha News : આસારામે શરતી જામીનનો કર્યો ભંગ ! પાલનપુરના મહેશ્વરી હોલમાં યોજ્યો સત્સંગ ! 1 - image
Image Twitter 

Asaram violates conditional bail : દુષ્કર્મના કેસમાં જેલવાસ ભોગવી રહેલા આસારામને તાજેતરમાં કેટલીક શરતોને આધિન જામીન આપવામાં આવ્યા છે. તેમ છતાં આસારામે શરતોનો ભંગ કર્યો હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી પ્રમાણે જેલમાંથી બહાર આવ્યા પછી ગઈ કાલ 25 જાન્યુઆરીએ આસારામે બનાસકાંઠાના પાલનપુરમાં મોટી સંખ્યામાં અનુયાયી ભેગા કરીને સત્સંગ કાર્યક્રમ યોજ્યો હતો. જ્યાં સમર્થકોની ભીડ વચ્ચે આસારામના ફોટો વાયરલ થયા હતા. જે બાદ પોલીસ દોડતી થઈ હતી. કોર્ટના આદેશની અવગણના અને પોલીસ પરવાનગી વગર કાર્યક્રમનું આયોજન થતા હાલમાં પોલીસે આયોજકોની પૂછપરછ કરી વધુ તપાસ હાથ ધરી છે. 

આ પણ વાંચો : Banaskantha : ભાભર સૂઈગામ નેશનલ હાઇવે પર દારૂની રેલમછેલ, બોટલો લૂંટવા લોકોની પડાપડી

પાલનપુરમાં સમર્થકો સાથે નજરે પડ્યા આસારામ 

શરતોને આધિન જામીન પર છૂટેલા આસારામ ગઈ કાલે પાલનપુરમાં સમર્થકો સાથે જોવા મળ્યા હતા. અને પાલનપુરના મહેશ્વરી હોલ ખાતે ભજન સત્સંગનો કાર્યક્રમ યોજ્યો હોવાની જાણવા મળ્યું હતું. જ્યાં આસારામના અનુયાયીઓ મોટી સંખ્યામાં એકઠા થયા હતા. કાર્યક્રમ દરમિયાન મીડિયાને કવરેજ પર પાબંધી ફરમાવામાં આવી હતી. જોકે, પોલીસ પહોંચે તે પહેલા જ આસારામ રોડ માર્ગે મહેસાણા જવા રવાના થઈ ગયા હતા. આસારામના ગયા બાદ પરવાનગી વિના કાર્યક્રમ થતા પોલીસે આયોજકોના જવાબ લેવાની કવાયત હાથ ધરી છે.

આ પણ વાંચો : સાળંગપુરમાં હનુમાનજી તિરંગાના રંગે રંગાયા, પ્રજાસત્તાક પર્વ પર દાદાને વિશેષ શણગાર

આસારામે કોર્ટના આદેશની અવગણના કરી 

જામીન પર છૂટેલા આસારામે કોર્ટના આદેશની અવગણના કરી પાલનપુરમાં ભજન સત્સંગનો કાર્યક્રમ યોજ્યો. જો કે, સત્સંગ કાર્યક્રમ સ્થળે પહોંચે તે પહેલા આસારામ રોડ માર્ગે મહેસાણા જવા માટે રવાના થઈ ગયા હતા. પરવાનગી વિના કાર્યક્રમ યોજતાં પોલીસે આયોજકોના જવાબ લેવાની કવાયત હાથ ધરી છે.


Google NewsGoogle News