ફાફડા બનાવવાની સામગ્રી એક જ પણ રીત અલગ હોવાથી ફાફડા અલગ ટેસ્ટ અને રૂપમાં

Updated: Oct 23rd, 2023


Google NewsGoogle News
ફાફડા બનાવવાની સામગ્રી એક જ પણ રીત અલગ હોવાથી ફાફડા અલગ ટેસ્ટ અને રૂપમાં 1 - image


ફાફડા બનાવવા માટે બેસન- અજમો અને હિંગનો જ ઉપયોગ થાય છે પણ 

સુરતમાં દશેરાના દિવસે હજારો કિલો સુરતી- કાઠીયાવાડી અને રાજસ્થાની ફાફડાનું વેચાણ થશે 

સુરત, તા. 23 ઓક્ટોબર 2023 સોમવાર

સુરતમા આવતીકાલે દશેરાના તહેવાર પહેલા શહેરમાં ફાફડા અને જલેબી ના બજારમાં ભારે ઉછાળો આવ્યો છે. ફરસાણની દુકાન ધરાવતા દુકાનદારો ઉપરાંત કેટલીક જગ્યાએ મીઠાઈની દુકાન અને સિઝનલ ધંધો કરનારા પણ ફાફડા જલેબીના ધંધા પર હાથ અજમાવી રહ્યા છે. ફાફડા બનાવવા માટે ફાફડા બનાવવાની સામગ્રી એક જ પણ ફાફડા બનાવવાની રીત અલગ હોવાથી ફાફડા અલગ ટેસ્ટ અને રૂપમાં જોવા મળી રહ્યાં છે. સુરતમાં વિસ્તાર પ્રમાણે સુરતી, સૌરાષ્ટ્રીયન ( કાઠીયાવાડી) અને રાજસ્થાની ફાફડા નું ધુમ વેચાણ થઈ રહ્યું છે. 

ખાણી પીણીના શોખીન સુરતીઓ દશેરાના તહેવાર માં હજારો કિલો ફાફડા અને જલેબી ઝાપટી જતાં હોય છે. વર્ષો પહેલા સુરતમાં મૂળ સુરતીઓ રહેતા તેવા વિસ્તારમાં સુરતી ફાફડા ( અર્ધ ભૂંગળી જેવા) ફાફડા નું ચલણ હતું. પરંતુ હવે સુરતમાં સૌરાષ્ટ્રીયોનની વસ્તીમાં વધારો થવા સાથે આ પ્રકારના ફાફડા લોકો પસંદ કરતા હોવાથી અનેક વિસ્તારમાં સીધા અને કડક તરત તૂટી જાય તેવા સૌરાષ્ટ્રીયન ફાફડાનું પણ વેચાણ થઈ રહ્યું છે.  આ ઉપરાંત સુરતમાં ચાની દુકાન ધરાવતા રાજસ્થાની વેપારીઓ દ્વારા પણ અલગ પ્રકારના ફાફડા બનાવવામા આવે છે તેવું પણ દશેરા દરમિયાન વેચાણ થઈ રહ્યું છે. 

ફાફડા બનાવવાની સામગ્રી એક જ પણ રીત અલગ હોવાથી ફાફડા અલગ ટેસ્ટ અને રૂપમાં 2 - image

ફાફડાનું વેચાણ કરતાં શૈલૈષ પટેલ કહે છે, ફાફડા બનવવા માટેની સામગ્રી તો બધા દુકાનદારો એક જ પ્રકારની વાપરે છે. ફાફડામાં બેસન, અજમો અને હિંગનો ઉપયોગ થાય છે.  પરંતુ આ સામગ્રીની માત્રા અને તેને બનાવવા માટેની રીત દરેક વેપારીઓની અલગ અલગ હોય છે. સુરતી ફાફડા બનાવનારા કાગરીગરો લાંબા અને ભુગળી જેવા ફાફડા બનાવે છે. આ ફાફડા ક્રીસ્પી હોવા સાથે સાથે ચટણી લઈને સરળતાથી ખાઈ શકા તેવા હોય છે અને મૂલ સુરીતઓ આ પ્રકારના ફાફડાની ડિમાન્ડ કરે છે. પરંતુ કારીગરોની અછત હોય છે અને ખાવામાં વધુ સારા હોવાથી ડિમાન્ડ વધુ હોય છે.

સૌરાષ્ટ્રીયન ફાફડાનુ વેચાણ કનરારા રાજુભાઈ કહે છે, સુરતના મોટા ભાગના વિસ્તારમાં સૌરાષ્ટ્રીયન પ્રજા રહે છે અને તેઓ સૌરાષ્ટ્રયના મુળ હોય ત્યાં ખાવાતા પહોળા અને પાતળા ફાફડાની ડિમાન્ડ કરે છે તેથી હવે ઘણાં વેપારીઓ સૌરાષ્ટ્રીયન ફાફડા બનાવે છે અને આ ફાફડાના કારીગરો પણ મોટા ભાગે સૌરાષ્ટ્રીયન જ હોય છે. આ ફાફડા સાથે કઢી ( ચટણી) અને પપૈસાનો સંભારો અને મરચા ગ્રાહકોને આપવામા આવે છે.  આવી જ રીતે કેટલીક ચાની દુકાનો ધરાવતા રાજસ્થાની વેપારીઓ પણ ફાફડા બનાવે છે આ ફાફડામાં બેકીંગ શોડાનો વધુ ઉપયોગ થાય છે અને આ ફાફડા સુરતી અને સૌરાષ્ટ્રીયન બેની વચ્ચેના હોય છે તેથી ઘણાં લોકો આ ફાફડા પણ દશેરાના દિવસે ખાઈને દશેરાની ઉજવણી કરી છે.

આમ ફાફડા બનાવવા માટે બેસન, હિંગ અને અજમાનો જ ઉપયોગ થાય છે પરંતુ તેને બનાવવાની રીત અને કારીગરો અલગ અળગ હોવાથી દશેરાના દિવસે અનેક પ્રકારના ફાફડા સુરતના બજારમાં વેચાઈ અને ખવાઈ રહ્યાં છે.


Google NewsGoogle News