Get The App

રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ માત્ર નામનું, વિદેશી ફ્લાઈટો નહીં આવે, ભાજપ નેતાનો જ ઘટસ્ફોટ

Updated: Aug 4th, 2024


Google NewsGoogle News
Rajkot International Airport


BJP Leader On Rajkot International Airport: કેન્દ્ર સરકારે રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ માત્ર નામનું જ છે અને આવું નામ રાખવાથી સૌરાષ્ટ્રના લોકોને અહીંથી સીધા U.K.,U.S.A., દુબઈ વગેરે સ્થળે જવાની આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ મળી જવાની નથી તેવો રહસ્યસ્ફોટ આજે ભાજપના નેતાએ રાજકોટ (Rajkot)માં  કર્યો છે. કેન્દ્રીય બજેટ (Union Budget)ની પ્રશંસા કરવા અત્રે આવેલા સાંસદ અને ભાજપના પ્રવક્તા રાજીવ પ્રતાપ રૂડી (Rajiv Pratap Rudy)એ જણાવ્યું કે  ઈન્ટરનેશનલ એરપોર્ટ ઘોષિત કરવાથી વિદેશોની ફ્લાઈટ મળી જ જાય તે જરૂરી નથી. 

ઘોષણા માત્રથી ફ્લાઈટ શરૂ થતી નથી

આ ઉપરાંત ભાજપ નેતાએ પોતાની આ વાતને સ્પષ્ટ કરતા કહ્યું કે 'બિહાર (Bihar)ના પટણા (Patna)માં જયપ્રકાશ નારાયણ ઈન્ટરનેશનલ એરપોર્ટ (Jay Prakash Narayan Airport) આવેલું છે, નામ ઈન્ટરનેશનલ છે પરંતુ, 17 વર્ષથી ત્યાં વિદેશની કોઈ ફ્લાઈટ આવ-જા કરી નથી. ફ્લાઈટ શરૂ કરવી તે માંગ અને પૂરવઠા ઉપર આધારિત હોય છે.' તેમ કહીને તેમણે ઉમેર્યું કે 'ભારતમાં 1980 પછી 14 વિમાની કંપનીઓ આવી છે તેમાંથી માત્ર 4 ચાલે છે. જે તે સમયે રાજકોટને પણ ઈન્ટરનેશનલ એરપોર્ટની જાહેરાત કરી હોય પણ તે જાહેરાત માત્રથી આવી ફ્લાઈટ શરૂ થતી નથી.'

આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ ક્યારે શરૂ થશે તે નક્કી નથી

ઉલ્લેખનીય છે કે જૂલાઈ- 2023માં વડાપ્રધાન નરેન્દ્ર  મોદી (PM Narendar Modi)ના હસ્તે રાજકોટથી 30 કિ.મી.દૂર અમદાવાદ હાઈવે પર  હીરાસર પાસે રૂ।. 1405 કરોડના જંગી ખર્ચે ગ્રીનફિલ્ડ એરપોર્ટ (Greenfield Airport)નું લોકાર્પણ કરાયું હતું. આ વખતે સૌરાષ્ટ્રના વિકાસના નવા દ્વાર ખુલશે અને સૌરાષ્ટ્રને સુવિધામાં એક માત્ર આંતરરાષ્ટ્રીય ફ્લાઈટની કમી હતી તે દૂર થશે તેવી વાતો થઈ હતી. સપ્ટેમ્બર-2023થી રાજકોટનું જુનુ રેસકોર્સ એરપોર્ટ બંધ કરીને ઉપરોક્ત નવા એરપોર્ટ પરથી વિમાનોની આવ-જા શરૂ થઈ છે પરંતુ, આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ ક્યારે શરૂ થશે તે નક્કી નથી જે સામે લોકો વારંવાર ફરિયાદો કરતા રહ્યા છે.

આ પણ વાંચો: અમદાવાદ-થરાદ હાઈવે માટે 10000 ખેડૂતોની જમીન નષ્ટ થવાની દહેશત, 8 હેક્ટર તો જંગલની જમીન

આંતરરાષ્ટ્રીય કે રાષ્ટ્રીય સ્તરની સુવિધા પણ આ એરપોર્ટમાં નથી

આંતરરાષ્ટ્રીય વિમાની સેવા તો નથી મળી, આંતરરાષ્ટ્રીય કે રાષ્ટ્રીય સ્તરની સુવિધા પણ આ એરપોર્ટમાં નથી. ટર્મિનલનું કામ હજુ પૂરૂં થયાનું જાહેર કરાયું નથી. એટલું જ નહીં, માત્ર 10 મહિનામાં પહેલા જ વરસાદે આ એરપોર્ટની કેનોપી ધસી પડી હતી અને તે પહેલા ત્યાં બાથરૂમમાં પાણી નહીં આવવા સહિતની ફરિયાદો ઉઠી હતી. આ એરપોર્ટનું લોકાર્પણ થયું તે જ દિવસે કેન્દ્ર સરકાર દ્વારા સત્તાવાર રીતે તેનું નામ 'રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ 'જાહેર કર્યું છે અને ત્યાં ડોમેસ્ટીક ફ્લાઈટ્સમાં પણ ખાસ વધારો થયો નથી.

આ પણ વાંચો: કેન્દ્રીય એજન્સીનો માણસ છું.. કહીને અમદાવાદના ગઠિયાએ વેપારીઓનું લાખોનું ફલેકું ફેરવ્યું

રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ માત્ર નામનું, વિદેશી ફ્લાઈટો નહીં આવે, ભાજપ નેતાનો જ ઘટસ્ફોટ 2 - image


Google NewsGoogle News