Get The App

વતન જતાં કારીગરોને ફેસ્ટિવલ વિશેષ ટ્રેનોમાં 30 ટકા ભાડું વધું ચૂકવવું પડે છે

Updated: Nov 3rd, 2023


Google NewsGoogle News
વતન જતાં કારીગરોને ફેસ્ટિવલ વિશેષ ટ્રેનોમાં 30 ટકા ભાડું વધું ચૂકવવું પડે છે 1 - image


-તાપ્તીગંગામાં સ્લીપર ક્લાસના રૃા.550, બરોની જંકશન સ્પેશિયલ ટ્રેનનું ભાડું રૃા.710 , છઠ પૂજા માટે મોટી સંખ્યામાં લોકો વતન ઉપડે છે

સુરત

ઉત્તર ભારતની સાંકળતી ટ્રેનોની ખૂબ જરૃર છે. જે ટ્રેનો છે તે અપૂરતી છે. પ્રવાસીઓના ધસારાને ધ્યાનમાં રાખીને ફેસ્ટિવલ વિશેષ ટ્રેનો દોડાવવાનો આયોજન તો કરવામાં આવે છે. પરંતુ આવી ટ્રેનોમાં પ્રવાસીઓને સામાન્ય કરતાં 25થી 30 ટકા વધુ ભાડું ચૂકવવું પડે છે.

રેગ્યુલર રોજીંદી ટ્રેનો અને તહેવાર વિશેષ ટ્રેનોના ભાડાંમાં ઘણો ફરક છે, એમ ઉત્તર ભારતીય રેલ સંઘર્ષ સમિતિના શાન ખાને કહ્યું હતું. ઉધનાથી ઉપડતી તાપ્તી ગંગા એક્સપ્રેસ (19045)ની ઉધનાથી ચેઓકીના સ્લીપર ક્લાસની ટિકિટના દર રુ. 550 છે. જ્યારે ઉધનાથી બરોની જંકશન સ્પેશિયલ (09033) ટ્રેનના સ્લિપર ક્લાસની ટિકિટના દર રુ. 710 છે.

દિવાળી અને ત્યાર પછીના છઠના તહેવારને કારણે મોટી સંખ્યામાં કારીગરો અને ઉત્તર ભારતીયો ઉજવણી માટે વતન જતાં હોય છે. સુરત, ઉધના સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી ઉત્તર ભારતીય અને પ્રવાસીય કારીગરો મોટી સંખ્યામાં દિવાળી પહેલાં વતન જતાં હોઇ રેલવે સ્ટેશનો પર ભાડે ભીડ અને ધક્કામૂક્કીના બનાવો સહજ છે.

ટ્રેનોની સંખ્યા વધારવામાં આવે અને હયાત ટ્રેનોમાં વધારાના ડબ્બાઓ છોડવામાં આવે એવી માંગ ઉત્તર ભારતીય રેલ સંઘર્ષ સમિતિ તરફથી વખતોવખત કરવામાં આવી છે. અવધ એક્સપ્રેસમાં સ્લીપર ના કોચ વધારવામાં આવે એવી માંગ પણ છે. ટ્રેનોની સંખ્યા વધારવામાં આવે તો, વિશેષ ટ્રેનોના ભાડાં વધારે ચૂકવવા પડે છે, તેમાં પ્રવાસીઓને રાહત મળી શકે.

રેગ્યુલર અને વિશેષ ટ્રેનો એક જ રૃટ પર દોડે છે છતા ભાડામાં મોટો તફાવત

ઉત્તર ભારત માટે તહેવારોમાં દોડાવવામાં આવતી સ્પેશિયલ ટ્રેનોમાં વધારે ભાડું વસુલીને પ્રવાસીઓના ખિસ્સા ખાલી કરવામાં આવે છે, એમ શાનખાને જણાવ્યું હતું. તહેવારોમાં ધસારાને પહોંચી વળવા માટે હોલી-ડે સ્પેશિયલ અને વિશેષ ટ્રેનો દોડાવવામાં આવે છે. રેગ્યુલર અને વિશેષ ટ્રેનો એક જ રૃટ પર દોડતી હોવાછતાં વધુ ભાડું વસૂલવામાં આવે છે. તત્કાળમાં તો 3-4 ગણા ભાવ થઇ જાય છે. મજબૂરીમાં ટિકિટના રુ.2000 પણ ચૂકવવાની નોબત આવે છે

રેગ્યુલર ટ્રેનોના સ્લિપર ક્લાસના ભાડા

તાપ્તી ગંગા એક્સપ્રેસ (19045)  રુ. 550

અમદાવાદ આસનસોલ (19435) રુ.600

અમદાવાદ પ્રયાગરાજ (22967) રુ.590

અમદાવાદ બરોની જંકશન (19483) રુ.600

ઉધના બનારસ એક્સપ્રેસ (20929) રુ. 580

હોલીડે-તહેવાર સ્પેશીયલ ટ્રેનોના ભાડા

ઉધના બરોની જંકશન (09033) રુ. 710

ઉધના માલદા ટાઉન સ્પેશિયલ (09011) રુ. 710

ઉધના પટના સુપરસ્ટાર (09045૦) 740

 


Google NewsGoogle News