Get The App

આવતી કાલે ગણેશ વિસર્જન માટે સુરતમાં પાલિકાની તડામાર તૈયારી, કૃત્રિમ તળાવોને અપાયો આખરી ઓપ

Updated: Sep 16th, 2024


Google NewsGoogle News
આવતી કાલે ગણેશ વિસર્જન માટે સુરતમાં પાલિકાની તડામાર તૈયારી, કૃત્રિમ તળાવોને અપાયો આખરી ઓપ 1 - image


Surat Ganesh Visarjan : સુરતમાંથી પસાર થતી તાપી નદીમાં ગણેશ વિસર્જન ન થતું હોવાથી આ વર્ષે પણ સુરત મહાનગરપાલિકાએ ગણેશ વિસર્જન માટે કૃત્રિમ તળાવ બનાવવાની કવાયત શરૂ કરી હતી. શહેરના કેટલાક વિસ્તારમાં ગૌરી ગણેશ તથા અન્ય ગણેશજીની પ્રતિમાનું વિસર્જન પણ કરવામાં આવ્યું હતું. આવતીકાલે હવે આનંદ ચૌદશ હોવાથી શહેરના તમામ કૃત્રિમ તળાવને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે તેની સાથે ઘટતી સુવિધા પણ ઉભી થઈ રહી છે. એનજીટીના આદેશ બાદ સુરતમાંથી પસાર થતી તાપી નદીમાં પ્રદૂષણ અટકાવવા માટે કોઈપણ પ્રકારની પ્રતિમાનું વિસર્જન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જોકે દર વર્ષે સુરતમાં હજારોની સંખ્યામાં ગણેશજીની પ્રતિમાનું સ્થાપન થતું હોવાથી આ પ્રતિમાના વિસર્જન માટે મહાનગરપાલિકા કૃત્રિમ તળાવ બનાવવાની કામગીરી કરે છે. સુરત મહાનગરપાલિકાના નવું ઝોનમાં 21 કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા છે. 

આવતી કાલે ગણેશ વિસર્જન માટે સુરતમાં પાલિકાની તડામાર તૈયારી, કૃત્રિમ તળાવોને અપાયો આખરી ઓપ 2 - image

વરાછા ઝોનમાં ટી.પી.સ્કીમ નંબર-60(પુણા), ફાઇનલ પ્લોટ-આર-45 પર કૃત્રિમ તળાવ તળાવ બનાવવા માટે ગત વર્ષે થયેલા 35.49 લાખના ખર્ચ સામે ચાલુ વર્ષે 38.01 લાખના ખર્ચે તળાવ બનાવાશે. જ્યારે ઉધના ઝોનમાં ટી.પી. સ્કીમ નંબર-22માં ભેસ્તાન ફાયર સ્ટેશન પાસે અને ટી.પી. સ્કીમ નંબર-6 (મજૂરા-ખટોદરા) ખાતે રોકડીયા હનુમાન મંદિરની સામે કૃત્રિમ તળાવ બનાવવા 53.82 લાખનો અંદાજ રજુ કરાયો છે. આ ઉપરાંત કતારગામ ઝોનમાં 61.36 લાખના ખર્ચે, અઠવા ઝોનમાં 44.11 લાખના ખર્ચે અને સરથાણા ઝોનમાં 60.28 લાખના ખર્ચે કૃત્રિમ તળાવ બનાવવા માટેની મંજૂરી સ્થાયી સમિતિ સમક્ષ દરખાસ્ત રજુ કરવામા આવી હતી. આ ઉપરાંત અન્ય મળી કુલ 21 કૃત્રિમ તળાવ બનાવવામાં આવશે.


Google NewsGoogle News