Get The App

વૃદ્ધને ડિજિટલ એરેસ્ટ કરી ગઠિયાએ રૃપિયા ૭.૮૫ લાખ ટ્રાન્સફર કરી લીધા

Updated: Dec 26th, 2024


Google NewsGoogle News
વૃદ્ધને ડિજિટલ એરેસ્ટ કરી ગઠિયાએ રૃપિયા ૭.૮૫ લાખ ટ્રાન્સફર કરી લીધા 1 - image


ગાંધીનગર શહેરના સે-૮માં એરફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટના નામે

સવારથી રાત સુધી વીડિયો કોલ ઉપર વ્યસ્ત રાખી રૃપિયા આરટીજીએસ કરાવ્યા :  સાયબર ક્રાઇમની તપાસ

ગાંધીનગર :  ગાંધીનગર શહેરના સેક્ટર ૮માં રહેતા નિવૃત્ત વૃદ્ધને સાયબર ગઠિયાઓએ એરફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટના નામે ડિજિટલ એરેસ્ટ કરી ૭.૮૫ લાખ રૃપિયા આરટીજીએસ મારફતે ટ્રાન્સફર કરી લઈ છેતરપિંડી આચરી છે. આ મામલે હાલ ગાંધીનગર સાયબર ક્રાઇમ રેન્જ પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરવામાં આવી છે.

હાલમાં સમગ્ર દેશમાં સાયબર ગઠિયાઓનો ત્રાસ વધ્યો છે અને ખાસ કરીને ડિજિટલ એરેસ્ટ કરી પોલીસ, સીબીઆઈ, એરફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટના નામે વોટ્સએપ વિડીયો કોલ અને વોઇસ કોલ કરીને મહિલાઓ વૃદ્ધોને નિશાન બનાવવામાં આવે છે. કોઈ કેસમાં તમારું નામ ખુલ્યું છેને ધરપકડ વોરન્ટ ઈસ્યુ થયું છે તેમ કહીને બેંકમાંથી રૃપિયા ટ્રાન્સફર કરાવવામાં આવતા હોય છે ત્યારે આ વખતે ગાંધીનગર શહેરના સેક્ટર આ૮ સીમાં પ્લોટ નંબર ૧૭૨ ખાતે રહેતા ૯૪ વર્ષીય વૃદ્ધ ભગવતસિંગને નિશાન બનાવવામાં આવ્યા છે. જે સંદર્ભે મળતી વિગતો પ્રમાણે ગત ૨૯ જુલાઈના રોજ તેમના વોટ્સએપ ઉપર એક મેસેજ આવ્યો હતો અને તેમાં હૈદરાબાદ પોલીસ સ્ટેશન લખેલું હતું ત્યારબાદ વોઇસ કોલ આવ્યો હતો પરંતુ તેમણે ઉપાડયું ન હતો જેથી વિડીયો કોલ આવ્યો હતો અને તેમાં સામે રહેનાર વ્યક્તિ દ્વારા પોતાની ઓળખ એરફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટના અધિકારી હોવાનું કહ્યું હતું અને ગેરકાયદેસર નાણાકીય વ્યવહારમાં તેમનું ધરપકડ વોરંટ ઇસ્યુ થયું હોવાનું કહ્યું હતું ત્યારબાદ ફરીથી ફોન કરીને સેન્ટ્રલ આઈ બીનો એક લેટર પણ મોકલી આપ્યો હતો અને જેમાં ૭૦૦ કરોડનું ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ થયું હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. બીજા દિવસે તેમને ફોન કરીને મની લોંડરિંગના કેસમાંથી બચવું હોય તો સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે રૃપિયા જમા કરાવવા પડશે કેમ કહીને ૭.૮૫ લાખ રૃપિયા આરટીજીએસ મારફતે ટ્રાન્સફર કરાવી લીધા હતા. જોકે ત્યારબાદ પણ આ ગઠિયાઓએ તેમને ફોન કરીને રૃપિયા પડાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમને તેમની સાથે છેતરપિંડી થઈ ગઈ હોવાનો ખ્યાલ આવ્યો હતો. હાલ તેમના ડ્રાઇવર ફિરોજ સોકતખાન પઠાણની ફરિયાદના આધારે સાયબર ક્રાઇમ પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરી છે.


Google NewsGoogle News