Get The App

ગુજરાત વિધાનસભામાં પહોંચ્યા કલાકારો, અવગણના મુદ્દે અવાજ ઉઠાવનાર વિક્રમ ઠાકોર દેખાયા નહી

Updated: Mar 26th, 2025


Google News
Google News
ગુજરાત વિધાનસભામાં પહોંચ્યા કલાકારો, અવગણના મુદ્દે અવાજ ઉઠાવનાર વિક્રમ ઠાકોર દેખાયા નહી 1 - image


Vikram Thakor News: થોડા દિવસો પહેલાં વિધાનસભામાં યોજાયેલા સન્માન સમારોહમાં વિક્રમ ઠાકોર સહિત ઠાકોર સમાજના કલાકારોને આમંત્રણ ન આપતાં વિવાદ સર્જાયો હતો. ત્યારબાદ સરકારે વિક્રમ ઠાકર અને અન્ય કલાકારોને વિધાનસભામાં ગૃહની કાર્યવાહી નિહાળવા માટે આમંત્રિત કર્યા છે. આગામી 26 માર્ચ (બુધવાર) અને 27 માર્ચ (ગુરૂવારે)  વિક્રમ ઠાકોર, સાગર પટેલ, મલ્હાર ઠાકર સહિતના 1000થી વધુ કલાકારો અને સંગીતવાદકોને ગૃહની કામગીરી નિહાળવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. ત્યારે આજે વિધાનસભા ગૃહની કાર્યવાહી નિહાળવા માટે હિતેન કુમાર, હિતુ કનોડિયા અને મોના થીબા પહોંચી ચૂક્યા છે. પરંતુ વિક્રમ ઠાકોર પહોંચશે કે કેમ તે અંગે કન્ફોર્મેશન નથી.

ગુજરાત વિધાનસભામાં પહોંચ્યા કલાકારો, અવગણના મુદ્દે અવાજ ઉઠાવનાર વિક્રમ ઠાકોર દેખાયા નહી 2 - image

વિક્રમ ઠાકોરની ગુજરાત વિધાનસભામાં હાજરીને લઇને હિતુ કનોડિયાએ જણાવ્યું છે કે વિક્રમ ઠાકોરને સૌથી પહેલાં આમંત્રણ આપવામાં આવ્યું છે, પરંતુ વિક્રમ ઠાકોરે કન્ફર્મ નથી કર્યું કે આવશે કે નહી આવે. બધા જ કલાકારોને આમંત્રિત કરવામાં આવ્યા છે, જે કલાકારો શૂટિંગમાં વ્યસ્ત છે તે આવી શકશે નહી. 

ગુજરાત વિધાનસભામાં પહોંચ્યા કલાકારો, અવગણના મુદ્દે અવાજ ઉઠાવનાર વિક્રમ ઠાકોર દેખાયા નહી 3 - image

જે કલાકારોનું કન્ફોર્મેશન હશે, અત્યારે તે કલાકારોનું લિસ્ટમાં નામ હશે. આમંત્રિત તો હજાર કલાકારને કર્યા છે. આવવાના છે અને જેમને કન્ફોર્મ કર્યું છે તેમનું લિસ્ટમાં નામ છે. વિક્રમ ઠાકોરે કન્ફોર્મેશન આપ્યું નથી, પરંતુ તેમને ચોક્ક્સ આમંત્રિત કરવામાં આવ્યા છે. આવતીકાલ માટે પણ તેમને આમંત્રણ આપ્યું છે. પરંતુ તેમના કન્ફોર્મેશનની રાહ જોવાઇ રહી છે. 

આ પણ વાંચો: વિક્રમ ઠાકોરની નારાજગી બાદ સરકારનું ડેમેજ કંટ્રોલ, 200થી 300 કલાકારોને વિધાનસભાનું આમંત્રણ

ગુજરાત વિધાનસભામાં પહોંચ્યા કલાકારો, અવગણના મુદ્દે અવાજ ઉઠાવનાર વિક્રમ ઠાકોર દેખાયા નહી 4 - image

શું હતો સમગ્ર મામલો?

ગુજરાત વિધાનસભા ગૃહમાં રાજકીય કાર્યવાહી નિહાળવા માટે ગુજરાતના પ્રખ્યાત કલાકારોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. જેમાં ગીતા રબારી, કિંજલ દવે, માયાભાઈ આહીર, રાજભા ગઢવી, કિર્તીદાન ગઢવી સહિતના કલાકારોને બોલાવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ઠાકોર સમાજના કોઈપણ કલાકારોને બોલાવવામાં ન આવતા અભિનેતા વિક્રમ ઠાકોરે નારાજગી વ્યક્ત કરી હતી.

વિક્રમ ઠાકોરે કહ્યું કે, 'મને એટલા માટે ખોટું લાગ્યું કે મારા સમાજના કોઈ કલાકારોને તમે ના બોલાવ્યા. હું મારા સમાજના મોટા નેતાઓને કહીશ કે, તમે આ નોંધ ન લીધી હોય તો લેજો અને આગળ આવું ન થાય તેનું ધ્યાન દોરજો. ઠાકોર સમાજના અનેક લોકોના મને ફોન આવ્યા છે. ઠાકોર સમાજ બહુ મોટો છે અને ભાજપ હોય કે કોંગ્રેસ હોય દરેક પક્ષને સપોર્ટ કરે છે. બસ એટલી જ વિનંતી કરવા માંગું છું સરકારને કે, આવો કોઈ કાર્યક્રમ હોય તો મને બોલાવો ના બોલાવો પણ બીજા સમાજના મોટા કલાકારોને તમે બોલાવો એ બહુ સારી વાત છે, હું અભિનંદન પાઠવું છું કે અમારા કલાકારોનું આટલું તમે સન્માન કર્યું. પરંતુ એમાં અમારા ઠાકોર સમાજના પણ કલાકારો છે, એ તમે ચૂક્યા....'


Tags :