Get The App

પરિણીતા સાથે દુષ્કર્મ કરનાર આધેડ ટેલરની ધરપકડ

Updated: Dec 28th, 2021


Google News
Google News
પરિણીતા સાથે દુષ્કર્મ કરનાર આધેડ ટેલરની ધરપકડ 1 - image


- પતિનું બીજી સ્ત્રી સાથે અફેર છે તેમ કહી તેના પુરાવા આપવાના બહાને રત્નકલાકારની પત્ની સાથે પતિના મિત્રએ જ અવારનવાર દુષ્કર્મ આચરી ટેલર મિત્રને સોંપતા તેણે પણ દુષ્કર્મ કર્યું હતું

( પ્રતિનિધિ દ્વારા ) સુરત, મંગળવાર

સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા રત્નકલાકારની 37 વર્ષીય પત્નીને તારા પતિનું બીજી સ્ત્રી સાથે અફેર છે તેમ કહી તેના પુરાવા આપવાના બહાને પતિના મિત્રએ જ અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. પરિણીતાને પતિના મિત્રએ તેના ટેલર મિત્રને સોંપતા તેણે પણ દુષ્કર્મ કર્યું હતું. આ બનાવમાં કતારગામ પોલીસે આધેડ ટેલરની ધરપકડ કરી છે.

સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા રત્નકલાકારની 37 વર્ષીય પત્ની રેખા ( નામ બદલ્યું છે ) ને તારા પતિનું બીજી સ્ત્રી સાથે અફેર છે તેમ કહી તેના પુરાવા આપવાના બહાને પતિના મિત્ર પ્રકાશ ઉર્ફે પકો વોરા ( રહે.શેરી નં.5, રૂક્ષ્મણી સોસાયટી, બાપા સીતારામ ચોક, કતારગામ, સુરત ) એ જ અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. પરિણીતાને પતિના મિત્રએ તેના ટેલર મિત્ર રમેશભાઈના કતારગામ નારાયણનગર સ્થિત ગોડાઉને લઇ જઈ સોંપતા રમેશભાઈએ પણ દુષ્કર્મ આચર્યું હતું. પરિણીતાને તેના થકી ગર્ભવતી બની પુત્ર આપવા કહી દુષ્કર્મનો વિડીયો વાયરલ કરવાની ધમકી પણ આપનાર પતિના મિત્ર પ્રકાશ ઉર્ફે પકો વોરા અને તેના મિત્ર રમેશ વિરુદ્ધ છેવટે પરિણીતાએ ગત 29 ઓક્ટોબરના રોજ કતારગામ પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી.

કતારગામ પોલીસે આ બનાવમાં ગતરોજ ટેલર મિત્ર રમેશભાઇ રાઘવભાઇ પાંડવ ( ઉ.વ.49, રહે. ઘર નં.118, વિઠ્ઠલનગર સોસાયટી, બાપા સીતારામ ચોક, કતારગામ, સુરત. મુળ રહે.બિંદરડી, તા.ખાંભા, જી.અમરેલી ) ની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

Tags :
ArrestMiddle-AgedTaylorMischiefWoman

Google News
Google News