બારડોલીમાં એક-બે નહીં 800 બ્લડ સેમ્પલ કોઈ રસ્તા પર ફેંકી ગયું, જથ્થો મળતા તંત્રમાં દોડધામ
800 Blood Samples Founded In Bardoli : સુરત જિલ્લાના બારડોલીના ભામેયા ગામે આશરે 800 જેટલાં બ્લડ સેમ્પલનો કોથળો મળી આવ્યો. મોટી માત્રામાં બ્લડ સેમ્પલનો જથ્થો મળી આવતા પોલીસ સહિત આરોગ્ય વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. સમગ્ર ઘટનાને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
800 જેટલાં બ્લડ સેમ્પલનો કોથળો મળ્યો
મળતી માહિતી પ્રમાણે, બારડોલી તાલુકાના ભામેયા ગામે રસ્તા પર રઝળતી હાલતમાં એક કોથળો મળી આવ્યો હતો. જેમાં એક-બે નહીં પરંતુ આશરે 800 બ્લડ સેમ્પલ મળી આવ્યા હતા. સમગ્ર ઘટના અંગે કોંગ્રેસના આગેવાને પોલીસ, મામલતદાર અધિકારીને જાણ કરતાં તંત્ર દોડતું થયું હતું.
આ પણ વાંચો : VIDEO: 'ખેડૂતોને હેરાન શું કામ કરો છો...', સાંસદ ભરત સુતરીયાએ અધિકારીઓને ખખડાવ્યા
સમગ્ર ઘટના લઈને પોલીસ સહિત આરોગ્ય વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. બીજી તરફ, આ મામલે એવી પણ શંકા સેવાઈ રહી છે કે, આ બ્લડ સેમ્પલનો જથ્થો વાહનમાં લઈ જતી વખતે પડી ગયો હશે. જ્યારે પોલીસે સમગ્ર ઘટનાની નોંધી લઈને વધુ તપાસ હાથ ધરી છે.