તપાસ અધિકારીના માર્ગદર્શન માટે ક્રાઇમ સીન મેનેજરની નિમણૂંક
તપાસ દરમિયાન અધિકારીને જરૃર પડે તો ફોરેન્સિક એકસ્પર્ટ દ્વારા મદદ થશે
વડોદરા,તપાસની ગુણવત્તામાં સુધારો આવે તે માટે સરકાર દ્વારા ક્રાઇમ સીન મેનેજરની નિમણૂંક થઇ છે. વડોદરામાં ફોરેન્સિક સાયન્સના ૮ અઘિકારીઓની નિમણૂંક કરવામાં આવી છે.
હાલમાં અમલમાં આવેલા નવા કાયદા પછી ઇન્વેસ્ટિગેશનની ગુણવત્તામાં સુધારો લાવવા માટેસાક્ષીઓના નિવેદનોની વીડિયોગ્રાફી તેમજ ફોટોગ્રાફી ઇ - સાક્ષ્ય એપ્લિકેશનના માધ્યમથી સીધા કોર્ટમાં મોકલી શકાશે. જેથી, કેસની સુનવાણી દરમિયાન પ્રોસિક્યૂશેન તરફે વધુ કેસ મજબૂત થઇ શકશે. તપાસ કરનાર અધિકારીને ફોરેન્સિક મદદ તાત્કાલિક મળી રહે તે માટે સરકાર દ્વારા દરેક એસ.ડી.પી.ઓ. અને ડિવિઝન કક્ષાએ ક્રાઇમ સીન મેનેજરની નિમણૂંક કરવામાં આવી છે. વડોદરા શહેરના ૮ ડિવિઝન ૮ ક્રાઇમ સીન મેનેજરની નિમણૂંક કરવામાં આવી છે. તપાસ અધિકારીને જરૃર પડે ત્યારે ક્રાઇમ સીન મેનેજરની મદદ સમયસર મળી રહેશે.
કોની નિમણૂંક કરી
૧, ધ્વનિ ચૌહાણ
૨, પિનલબેન પટેલ
૩, અંકિતાબેન કડીવાર
૪,અક્ષિતિ પિત્રોડા
૫, ક્રીશ ગોયલ
૬, એશા પંચાલ
૭,રીનલ બારડ
૮, કૃપાબેન અમીન