Get The App

ગુજરાત સંસ્કૃત શિક્ષણ બોર્ડમાં 5 સભ્યોની નિયુક્તિ

Updated: Oct 17th, 2020


Google NewsGoogle News
ગુજરાત સંસ્કૃત શિક્ષણ બોર્ડમાં 5 સભ્યોની નિયુક્તિ 1 - image


અમદાવાદ, તા. 17 ઓક્ટોબર 2020 શનિવાર 

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં સંસ્કૃત શિક્ષણના વ્યાપક પ્રસાર માટે કાર્યરત ગુજરાત સંસ્કૃત શિક્ષણ બોર્ડમાં અધ્યક્ષ, ઉપાધ્યક્ષ અને ત્રણ સભ્યોની બિનસરકારી સભ્યો તરીકે નિમણૂંક કરી છે.

મુખ્યમંત્રીએ આ બોર્ડના ચેરમેન તરીકે સંસ્કૃત વિદ્વાન અને નિવૃત્ત આચાર્ય સુરેન્દ્રનગરના જયશંકર રાવલની તેમજ વાઇસ ચેરમેન તરીકે પેટલાદની સંસ્કૃત પાઠશાળાના આચાર્ય તેમજ સંસ્કૃત વિદ્વાન નંદકિશોર મહેતાની નિમણૂંક કરી છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાત સંસ્કૃત શિક્ષણ બોર્ડના અન્ય 3 બિનસરકારી સભ્યોમાં સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના ડૉ. દિપેશ કટિરા, નડિયાદના બ્રહ્મર્ષિ સંસ્કૃત મહાવિદ્યાલયના ડૉ. અમૃતલાલ ભોગાયતા અને કિલ્લા પારડી વલસાડના રાજેશ રાણાની નિમણૂંક કરી છે. આ નિમણુંક ત્રણ વર્ષ માટે કરાઈ છે.


Google NewsGoogle News