જામનગર પાલિકાની જુદી-જુદી આવાસ યોજનામાં ખાલી પડેલા 87 ફ્લેટ માટે મંગાવાતી અરજી
Jamnagar : જામનગર મહાનગરપાલિકા દ્વારા મુખ્યમંત્રી ગૃહ યોજના અને પ્રધાનમંત્રી આવાસ યોજના અન્વયે બનાવેલ આવાસ યોજનામાં ખાલી પડેલા કુલ 87 ફ્લેટના વેચાણ માટે અરજીઓ મંગાવવામાં આવી છે.
મુખ્યમંત્રી ગૃહ યોજના અન્વયે મયુર નગરની બાજુમાં ઈ.ડબલ્યુ.એસ (1-BHK ) માં 26 ફ્લેટ ઉપલબ્ધ છે. જેની કિંમત રૂ.3 લાખ છે.
મુખ્યમંત્રી ગૃહ યોજના અન્વયે એમ.પી શાહ ઉદ્યોગ નગરની પાછળમાં એલ.આઇ.જી (1-BHK ) માં 40 ફ્લેટ ઉપલબ્ધ છે. જેની કિંમત રૂ.7 લાખ છે.
પ્રધાન મંત્રી ગૃહ યોજના અન્વયે હાપા રવી પેટ્રોલ પંપની પાછળ ઈ.ડબલ્યુ.એસ (1-BHK ) માં 11 ફ્લેટ ઉપલબ્ધ છે. જેની કિંમત રૂ.3 લાખ છે.
જ્યારે પ્રધાન મંત્રી આવાસ યોજના અન્વયે મયુર પમ્પ પાછળ ઈ.ડબલ્યુ.એસ (1-BHK) માં 10 ફ્લેટ ઉપલબ્ધ છે. જેની કિંમત રૂ.3 લાખ છે.
આ માટેના અરજી ફોર્મ એચડીએફસી બેન્ક (પાર્ક કોલોની)માંથી તા.1/2/25 થી તા.31/3/25 સુધીમાં મેળવીને પરત કરવાના રહેશે. વધુ વિગત માટે જામનગરમાં નગરપાલિકાની હાઉસિંગ સેલ શાખાનો સંપર્ક સાધવાનો રહેશે.