ઓઇલના ધંધામાં રૃા.1.10 કરોડની ઠગાઇમાં વડોદરાના આરોપીના આગોતરા જામીન રદ
કેસના મુખ્ય આરોપીને જામીન મળતા સાવલીરોડના આરોપી હર્ષ ભાલોડીયાએ સમન્યાયના સિધ્ધાંત હેઠળ જામીન અરજી કરી હતી
સુરત
કેસના મુખ્ય આરોપીને જામીન મળતા સાવલીરોડના આરોપી હર્ષ ભાલોડીયાએ સમન્યાયના સિધ્ધાંત હેઠળ જામીન અરજી કરી હતી
સુરતના
મોટા વરાછાના પેપર કપ બનાવતી ફેકટરીના સંચાલકને ઓઈલના ધંધામાં રોકાણમાં વધુ વળતરની
લાલચ આપીને 1.10 કરોડની ઠગાઈના ગુનાઈત કારસામાં સંડોવાયેલા આરોપીઅ ઉત્રાણ પોલીસની ધરપકડથી
બચવા કરેલી આગોતરા જામીનની માંગને એડીશ્નલ સેશન્સ જજ આર.આર.ભટ્ટે નકારી કાઢી છે.
અંકલેશ્વર પાસે પાનોલી જીઆઈડીસીમાં પેપર કપ બનાવવાની ફેકટરી ધરાવતા ફરિયાદી ભરત અરજણ હિંસુ(રે.ઈડન હીલ્સ,મોટા વરાછા)નો વર્ષ-2022માં મિત્ર દિનેશ પાડલીયા મારફતે વડોદરામાં સાવલી ખાતે એટલાન્ટિક ઈન્ડસ્ટીઝના નામે ઓઈલ ફેકટરીના સંચાલક પ્રવિણ ભાલોડીયા સાથે સંપર્ક થયો હતો.ફરિયાદીને આરોપી પ્રવિણ ભાલોડીયા તથા તેના પુત્ર હર્ષ ભાલોડીયા તથા સહ આરોપી મુકેશ પરષોત્તમ પાંચાણીએ એકબીજાના મેળાપિપણામાં ઓઈલના ધંધામાં વધુ નફાની લાલચ આપીને કુલ રૃ.1.10 કરોડની ગુનાઈત ઠગાઈનો કારસો રચ્યો હતો.જે અંગે ફરિયાદીએ ઉત્રાણ પોલીસમાં આરોપ પિતા પુત્ર તથા મુકેશ પંચાણી વગેરે વિરુધ્ધ ગુનાઈત ઠગાઈના ગુનાઈત ઠગાઈના કારસાની ફરિયાદ નોંધાવી હતી.
આ ગુનામાં ઉત્રાણ પોલીસ પોતાની ધરપકડ કરે તેવી દહેશતથી આરોપી હર્ષ પ્રવિણ ભાલોડીયા(રે.અમૃત્ત એપાર્ટમેન્ટ, સમા-સાવલીરોડ વડોદરા)એ આગોતરા જામીન માટે માંગ કરી હતી.આરોપીના બચાવપક્ષે મુખ્યત્વે જણાવ્યું હતું કે ફરિયાદી તથા મુખ્ય આરોપી પ્રવિણ ભાલોડીયા વચ્ચે સમગ્ર નાણાંકીય વ્યવહાર થયો હોઈ આરોપી હર્ષની તેના ગુનાઈત ભુમિકા નથી.સમગ્ર બનાવ પૈસાની લેતીદેતીની બાબતનો છે ગુનાઈત ઠગાઈ બાબતની નથી.સહ આરોપી મુકેશ પાંચાણીને સ્થાનિક અદાલતે આગોતરા જામીન તથા મુખ્ય આરોપી પ્રવિણ ભાલોડીયાને હાઈકોર્ટે નિયમિત શરતી જામીન આપ્યા હોઈ હાલના આરોપીને પ્રથમદર્શનીય કેસના અભાવે સમન્યાયના સિધ્ધાંત હેઠળ જામીન આપવા માંગ કરી હતી.જેના વિરોધમાં સરકારપક્ષે એપીપી ઉમેશ પાટીલે જણાવ્યું હતું કે આરોપીન અગાઉ એકવાર ગુણદોષ પર નામંજુર કરી હતી.ત્યારબાદ કેસના સંજોગો કે કારણોસર બદલાયા ન હોઈ આરોપીએ ફરીથી કરેલી આગોતરા જામીન મંજુર કરવાથી સાક્ષી પુરાવા સાથે ચેડા થવાની કે ટ્રાયલમાં હાજર ન રહે તેવી સંભાવના છે.