કેનેરા બેન્કના ગોલ્ડ લોન કૌભાંડમાં મહિલા કર્મચારીની આગોતરા જામીન અરજી ના મંજૂર
Vadodara Gold Loan Bank Scam : કેનેરા બેન્કના ગોલ્ડ મેનેજર તરીકે ઓળખાણ આપીને લોકો પાસેથી સોનાના દાગીના લઈ તેના પર ખોટા દસ્તાવેજના આધારે લોન લઈ કૌભાંડ કરવાના ગુનામાં મહિલા બેંક કર્મચારીની આગોતરા જામીન અરજી અદાલત ના મંજુર કરી છે.
મુખ્ય સૂત્રધાર ભેજાબાજ ઠગ વિશાલ ગજ્જરે પોતાની ઓળખાણ કેનેરા બેન્કમાં ગોલ્ડ મેનેજર તરીકે આપી હતી અને લોકો સાથે મિત્રતા કેળવી હતી. બેંકમાં ફરિયાદીનું એકાઉન્ટ ખોલી ગોલ્ડ લોનનો ટાર્ગેટ પૂરો કરવા લોકો પાસેથી 30 તોલા સોનાના દાગીના મેળવી પાંચ દિવસમાં પરત આપવાનો ભરોસો આપ્યો હતો. પરંતુ ત્યારબાદ તેને દાગીના ભરત આપ્યા ન હતા અને પોતાનો મોબાઇલ બંધ કરી દીધો હતો.
આ ગુનામાં ધરપકડ અને જેલવાસ ટાળવા માટે મહિલા બેંક કર્મચારી લલિતા નીરજભાઈ ગોસ્વામી (રહેવાસી વૈષ્ણવ નગર જોધપુર રાજસ્થાન)એ કરેલી આગોતરા જામીન અરજી ન્યાયાધીશ એસ.બી.મનસુરીએ નામંજૂર કરી છે.