મૃતક ભાગીદારની પત્ની સાથે 3.22 કરોડની ઠગાઈમાં આગોતરા જામીન નકારાયા
ભાઠાની જમીન બારોબાર અન્યને વેચી નાખી ઠગાઈના કારસામાં આરોપી પિન્કેશ પટેલની કસ્ટોડીયલ ઈન્ટ્રોગેશન જરૃરી હોવાનો કોર્ટનો નિર્દેશ
સુરત
ભાઠાની જમીન બારોબાર અન્યને વેચી નાખી ઠગાઈના કારસામાં આરોપી પિન્કેશ પટેલની કસ્ટોડીયલ ઈન્ટ્રોગેશન જરૃરી હોવાનો કોર્ટનો નિર્દેશ
લેન્ડડેવલપીંગ
તથા બાંધકામના ધંધામાં મૃતક ભાગીદારને 4.49 કરોડની ચુકવણી સામે મૃત્તક ભાગીદારની
પત્નીના નામે ભાઠાની જમીનનો વેચાણ કરાર લખ્યા બાદ બારોબાર અન્યને વ ેચી મારીને 3.22 કરોડની ઠગાઈના કારસામાં અડાજણ પોલીસ ધરપકડ કરે તેવી દહેશતથી આરોપીએ કરેલી
આગોતરા જામીનની માંગને એડીશ્નલ સેશન્સ જજ ડી.એસ.જોશીએ નકારી કાઢી છે.
પાલ વિસ્તારમાં ગેલેક્ષી એવેન્ચ્યુરામાં રહેતા ફરિયાદી દિપાબેન અજીતભાઈ શાહે પોતાના મૃત્તક પતિ અજીત શાહના બાંધકામ થતા લેન્ડ ડેવલપીંગના ધંધામાં ભાગીદાર એવા આરોપી પિન્કેશ સુરેશ પટેલ (રે.સહજધામ સોસાયટી,અડાજણ) વિરુધ્ધ અડાજણ પોલીસમાં ગુનાઈત ઠગાઈના કારસા અંગે ફરિયાદ નોંધાવી હતીી.જે મુજબ ફરિયાદીના મૃત્તક પતિ તથા આરોપી પિન્કેશ પટેલ વચ્ચે ભાગીદારીના ધંધામાં 4.49 કરોડની ચુકવણીની સામે ભાઠા ગામમાં આવેલી જમીનના ટાઈટલ કલીયર કરી દસ્તાવેજ કરી આપવાનું નક્કી કરી 3.22 જમીનનો વેચાણ કરાર કરી આપ્યો હતો.જો કે સ્ટેમ્પ ડયુટીના નાણાંના વિવાદના ઉકેલ બાદ ફરિયાદી દિપાબેનને વેચાણ દસ્તાવેજ કરી આપવાને બદલે અન્ય રાજેશકુમાર મનસુખલાલ ગોંડલીયાને કરી આપીને ગુનાઈત ઠગાઈનો કારસો રચ્યો હતો.આ કેસમાં પોલીસ ધરપકડથી બચવા આરોપી પિન્કેશ પટેલે આગોતરા જામીન માટે માંગ કરી હતી.જેની સુનાવણી દરમિયાન બચાવપક્ષે મુખ્યત્વે ગુનામાં ખોટી સંડોવણી કરવામાં આવી હોઈ પ્રથમ દર્શનીય કેસના અભાવે આગોતરા જામીન આપવા માંગ કરી હતી.
જેના વિરોધમાં સરકારપક્ષે એપીપી જીતેન્દ્ર પારડીવાલા તથા વીથ પ્રોસિક્યુશન ખુશ્બુ સોલંકીએ જણાવ્યું હતું કે આરોપી આરોપી વિરુધ્ધ ગંભીર ગુનાની તપાસ ચાલુ હોઈ કસ્ટોડીયલ ઈન્ટ્રોગેશન જરૃરી છે.આરોપીને આગોતરા જામીન આપવાથી પોલીસ તપાસ તથા સમાજ પર વિપરિત અસર પડે તેમ છે.જેને કોર્ટે માન્ય રાખી આરોપીના આગોતરા જામીનની માંગને નકારી ગંભીર ગુનામાં આરોપીના કસ્ટોડીયલ ઈન્ટ્રોગેશન જરૃરી હોવાનો નિર્દેશ આપ્યો છે.