Get The App

ટેક્સટાઈલ ટ્રેડર્સ સાથે 1.96 કરોડની ઠગાઈમાં આગોતરા જામીન નકારાયા

Updated: Sep 19th, 2023


Google NewsGoogle News
ટેક્સટાઈલ ટ્રેડર્સ સાથે 1.96 કરોડની ઠગાઈમાં આગોતરા જામીન નકારાયા 1 - image


સુરત

આરોપી રીઝવાન શેખ વિરુદ્ધ અમદાવાદ, મહારાષ્ટ્ર ડીસીબીમાં પણ આ પ્રકારના ગુના નોંધાયા હોવાથી કોર્ટે અરજી નકારી

     

સુરતના ટેક્ષટાઈલ વેપારીઓ પાસેથી અન્ય આરોપીઓના મેળા પિપણામાં કુલ 1.96 કરોડની કિંમતનો ઉધાર માલ ખરીદીને પેમેન્ટ નહીં ચુકવી ઉઠમણાંના કાવતરામાં સામેલ આરોપીએ સુરત ક્રાઈમ બ્રાંચની ધરપકડથી બચવા સમન્યાયના સિધ્ધાંત હેઠળ કરેલી  આગોતરા  જામીનની માંગને  એડીશ્નલ સેશન્સ જજ ડૉ. વી. સી. માહેશ્વરીએ આરોપીના ગુનાઈત ઈતિહાસ તથા સક્રીય ભૂમિકાને ધ્યાને લઈ નકારી કાઢી છે.

રઘુવીર પ્લેટીનિયમ ખાતે દુકાનનં.જી-૬માં સુપર ટેક્ષ ફર્મમાં રાજકુમાર શર્મા તથા શ્રી શ્યામ એન્ટરપ્રાઈઝના માલિક ગીરધારીલાલ ભાદુ,વિશાલ દામજી ખૈની સાથે ભાગીદારીમાં સુપર ટેક્ષ કર્ણના નામે કુલ 1.96 કરોડની કિંમતના ઉધાર માલ ખરીદી પેમેન્ટ નહીં ચુકવી ને ઉઠમણું કરવા બદલ સુરત ક્રાઈમબ્રાંચમાં તા.12-2-23ના રોજ ગુનાઈત ઠગાઈ વિશ્વાસઘાતના કારસા બદલ ફરિયાદ નોંધાઈ હતી.

આ કેસમાં પોલીસ ધરપકડથી બચવા આર.આર.ટ્રેડીંગના આરોપી સંચાલક રીઝવાન ફકરે આલમ શેખ(રે.ઠાકોરનગર,પર્વત ગામ)એ આ કેસના એન્ય આરોપીઓ વિશાલ ખૈની સહિત અન્ય આરોપીને આગોતરા જામીન મળ્યા હોઈ સમન્યાયના સિધ્ધાંત હેઠળ આગોતરા જામીન માટે માંગ કરી હતી.

જેના વિરોધમાં સરકારપક્ષે એપીપી કિશોર ખૈરનારે જણાવ્યું હતું કે આરોપીએ પોતે તથા સુપરટેક્ષના આરોપી માલિક રાજકુમાર શર્માને ભગાડીને ગુનો કર્યો છે.આરોપીનુ કોઈ ચોક્કસ સરનામુ નથી.અમદાવાદ ડીસીબી તથા મહારાષ્ટ્રમાં પણ આરોપી વિરુધ્ધ આ જ પ્રકારના અન્ય ગુના નોંધાયા છે.આરોપી ગુનાઈત ઈતિહાસ ધરાવતો હોઈ પ્રથમ દર્શનીય કેસમાં જામીન આપવાથી આવા ગુનાના પ્રોત્સાહન મળે તેમ છે.આ કેસના અન્ય આરોપીઓને પકડવાના બાકી છે.જામીન મુક્ત આરોપી તથા હાલના આરોપીની ગુનાઈત ભુમિકા અલગ અલગ હોઈ આગોતરા જામીન આપી શકાય નહીં.જેને કોર્ટે માન્ય રાખી આરોપી રીઝવાન શેખની કસ્ટોડીયલ ઈન્ટ્રોગેશન જરૃરી હોઈ આગોતરા જામીનની માંગ નકારી કાઢી છે.


suratcourt

Google NewsGoogle News