Get The App

વડોદરામાં સ્કૂટર લઈને જતાં વધુ એક યુવકનું પતંગની દોરીથી ગળું કપાયું

Updated: Jan 16th, 2025


Google News
Google News
વડોદરામાં સ્કૂટર લઈને જતાં વધુ એક યુવકનું પતંગની દોરીથી ગળું કપાયું 1 - image


Vadodara : વડોદરાના ગોરવાથી પ્રતાપ નગર ત્રણ રસ્તા પર સ્કૂટર લઈને જઈ રહેલા યુવકના ગળામાં પતંગની દોરી આવી જવાથી ગળું કપાયું હતું. તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

 પતંગનું પર્વ આનંદ ઉલ્લાસનું પર્વ છે. પરંતુ પતંગના દાવ પેચ લેવા અને જીતવા માટે પતંગની દોરી મજબૂત હોય તેવું માનનારા કેટલાક લોકો ચાઈનીઝ દોરીનો ઉપયોગ કરતા હોય છે. તેને કારણે પક્ષી અને માનવીના શરીરને ઇજા પહોંચતી હોય છે. આવો જ એક બનાવ ગત સાંજે 7:00 વાગ્યે પ્રતાપનગર ત્રણ રસ્તા પર બન્યો હતો. ગોરવા મધુનગરમાં રહેતા 34 વર્ષના ઇમરાન અબાસ ચૌહાણ પોતાના સ્કૂટર લઈને પસાર થતા હતા ત્યારે ગળામાં ચાઈનીઝ દોરી ફસાઈ જવાથી ગળું કપાયું હતું. તેમને 108ની મદદથી સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

Tags :
VadodaraUttarayanKite-StringThroat-Slit

Google News
Google News