Get The App

ગુજરાતમાં ફરી બદલીનો ધમધમાટ: રાજ્યના 10 IAS અધિકારીની બદલી, જાણો કોને ક્યાં મળ્યું પોસ્ટિંગ

Updated: Aug 6th, 2024


Google NewsGoogle News
ગુજરાતમાં ફરી બદલીનો ધમધમાટ: રાજ્યના 10 IAS અધિકારીની બદલી, જાણો કોને ક્યાં મળ્યું પોસ્ટિંગ 1 - image


Gujarat IAS Officers Transfer : હાલમાં ગુજરાતમાં બદલીઓની મૌસમ ચાલી રહી છે. ગત અઠવાડિયે જ IAS અને IPS બેડામાં મોટા ફેરફાર કરવામાં આવ્યા હતા. જેમાં 18 IAS અધિકારીઓની જવાબદારી બદલવામાં આવી હતી. આ સિવાય આઠ IPS અધિકારીઓની પણ બદલી કરવામાં કરવામાં આવી હતી. ત્યારે હવે બીજા રાઉન્ડમાં 10 આઇએએસ (IAS) અધિકારીઓની બદલી કરવામાં આવી છે, જેમાં કલેક્ટરોનો સમાવેશ થાય છે. 

આ પણ વાંચો : અંધશ્રદ્ધા, મેલી વિદ્યા મામલે હવે ગુજરાતમાં પણ કાયદો બનશે, વિધાનસભામાં બિલ રજૂ કરાશે

જાણો કોને ક્યાં મળ્યું પોસ્ટિંગ

-  બી. જે. પટેલને ગાંધીનગરના DDO તરીકે નિમણૂક કરવામાં આવી છે. 

-  કે. ડી. લાખાણીને શ્રમ વિભાગના ડાયરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. 

- એસ. ડી. ધાનાણીને પોરબંદરના કલેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. 

- એક. કે. મોદીને નર્મદાના કલેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. 

-  એન. એન. દવેને વલસાડના કલેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. 

- રતનકંવર ગઢવીચારણની બદલી સાબરકાંઠા કલેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. 

-  સુજીત કુમારને ભાવનગર મનપાના મ્યુનિ. કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી છે. 

- શ્વેતા તિઓટિયાને GUVNLના ડાયરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. 

- એન. વી. ઉપાધ્યાયને કો ઓપરેટિવ સોસાયટીના રજિસ્ટ્રાર તરીકે નિમણૂક કરવામાં આવી છે. 

- લલિત નારાયણ સિંહ સંધુને સમગ્ર શિક્ષા અભિયાનમાં પોસ્ટિંગ કરવામાં આવ્યું છે. 

આ પણ વાંચો :  ગુજરાતમાં 18 IAS, 8 IPSની બદલી-પોસ્ટિંગ : જયંતી રવિની વાપસી, મનોજ દાસ CMOમાં, જુઓ લિસ્ટ

ગુજરાતમાં ફરી બદલીનો ધમધમાટ: રાજ્યના 10 IAS અધિકારીની બદલી, જાણો કોને ક્યાં મળ્યું પોસ્ટિંગ 2 - image

ગુજરાતમાં ફરી બદલીનો ધમધમાટ: રાજ્યના 10 IAS અધિકારીની બદલી, જાણો કોને ક્યાં મળ્યું પોસ્ટિંગ 3 - image


Google NewsGoogle News