જામનગરનો વધુ એક વેપારી મોબાઇલ ફોન મારફતે ક્રિકેટનો સટ્ટો રમતાં પકડાયો: મુંબઈના બુકીનું નામ ખુલ્યું

Updated: Nov 9th, 2023


Google NewsGoogle News
જામનગરનો વધુ એક વેપારી મોબાઇલ ફોન મારફતે ક્રિકેટનો સટ્ટો રમતાં પકડાયો: મુંબઈના બુકીનું નામ ખુલ્યું 1 - image


                                                           Image Source: Freepik

જામનગર, તા. 9 નવેમ્બર 2023 ગુરૂવાર

જામનગરમાં એસ.ટી. ડેપો રોડ પરથી એક વેપારીને પોતાના મોબાઈલ ફોન મારફતે ક્રિકેટનો સટ્ટો રમતાં પોલીસે પકડી પાડ્યા છે, જ્યારે તેની સાથે ક્રિકેટના સોદાની કપાત કરનાર મુંબઈના બુકીને ફરારી જાહેર કરાયો છે.

જામનગરમાં હાથી કોલોની માં રહેતા રાજેશભાઈ છગનભાઈ નામનાત ૬૩ વર્ષના વેપારી કે જે ગઈકાલે એસટી ડેપો રોડ પર પોતાના મોબાઈલ ફોનની એપ્લિકેશન મારફતે વર્લ્ડકપમાં રમાઈ રહેલી ઇંગ્લેન્ડ-નેધરલેન્ડની ક્રિકેટ મેચ વચ્ચે લાઇવ સ્કોર નિહાળી હારજીત નો સટ્ટો રમતાં પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા. જેની અટકાયત કરી લઇ, તેની પાસેથી ૩,૭૫૦ ની રોકડ રકમ, મોબાઈલ ફોન, અને સ્કૂટર સહિતની સામગ્રી કબજે કરી છે.

પોલીસની પૂછ પરછ દરમિયાન પોતે મુંબઈના વિકાસ નામના બુકી સાથે ક્રિકેટરની કપાત કરતા હોવાથી તેને ફરારી જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.


Google NewsGoogle News