Get The App

મોહસિન પઠાણના હાથ પર અન્ય હિન્દુ યુવતીના નામનું ટેટૂ

ધર્મ પરિવર્તન માટે વિદેશમાંથી ફંડ મળ્યું હોવાની શંકા : પાંચ દિવસના રિમાન્ડ

Updated: Feb 15th, 2025


Google NewsGoogle News
મોહસિન પઠાણના હાથ પર અન્ય હિન્દુ યુવતીના નામનું ટેટૂ 1 - image

વડોદરા,ડિવોર્સીને હિન્દુ  હોવાની ઓળખ આપી પ્રેમજાળમાં ફસાવી શારીરિક શોષણ કરનાર રેલવેના કર્મચારી મોહસિને  પોતાના જમણા હાથ પર અન્ય એક હિન્દુ યુવતીના નામનું ટેટૂ બનાવ્યું હતું. જે યુવતી અંગે આરોપી પોલીસને કંઇ જણાવતો નથી. આરોપી ધર્મ પરિવર્તન કરાવતી સંસ્થા સાથે જોડાયેલો  હોવાની શંકાના આધારે પણ પોલીસે તપાસ હાથ ધરી છે.

પતિ સાથે અણબનાવ થતા બે સંતાનો સાથે અલગ રહેતી ૩૩ વર્ષની ડિવોર્સી જીવન ગુજરાન માટે કેટરિંગના કામમાં  જતી હતી. તે દરમિયાન મોહસિન  પઠાણની જાળમાં ફસાઇ હતી. મોહસિન દ્વારા ડિવોર્સી અને તેના બે સંતાનોને ધર્મ પરિવર્તન માટે દબાણ શરૃ કરવામાં આવ્યું હતું. આ ગુનામાં બાપોદ પોલીસે ગુનો દાખલ કર્યો હતો. ડિવોર્સી અનુસૂચિત જનજાતિની  હોઇ ગુનાની તપાસ એસ.સી.એસ.ટી. સેલના એ.સી.પી.ને સોંપવામાં આવી હતી. પોલીસની તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, મોહસિને જમણા  હાથ પર હિન્દુ યુવતીના નામનું ટેટૂ બનાવ્યું છે.  આ યુવતી  પણ લવ જેહાદનો શિકાર બની હોવાની શંકા છે. પરંતુ, આરોપી આ યુવતી અંગેની કોઇ માહિતી પોલીસને જણાવતો નથી. આ રીતે તેણે અન્ય હિન્દુ યુવતીઓને  પણ ફસાવી દુષ્કર્મ કર્યુ હોઇ શકે.

મોહસિન રેલવેમાં નોકરી કરતો હોઇ તેણે નોકરી કરતી અન્ય યુવતીઓને પણ ફસાવી ધર્મ  પરિવર્તન કરાવ્યું હોવાની શક્યતા  પોલીસે વ્યક્ત કરી છે. આરોપી પ્યારો ઇવેન્ટનું કામ કરતો હતો. આ ઇવેન્ટમાં ગરીબ ઘરની છોકરીઓ આવતી હોઇ તેઓની મજબૂરીનો લાભ ઉઠાવી આરોપીએ ધર્મ પરિવર્તનની  કોશિશ કરી હશે. આરોપી ધર્મ પરિવર્તન કરાવતી કોઇ સંસ્થા સાથે જોડાયેલો હોવાની  તથા  ધર્મ પરિવર્તન માટે કોઇ અજાણી સંસ્થા કે વ્યક્તિઓ મારફતે વિદેશમાંથી ફંડ મળ્યું હોવાની દિશામાં  પોલીસે તપાસ શરૃ કરી છે.

પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી સાત દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. સરકારી વકીલ ડી.જે. નાળિયેરવાળાની રજૂઆતો ધ્યાને લઇ ન્યાયાધિશ એમ.ડી.પાંડેએ આરોપીના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.


Google NewsGoogle News