અમેરિકામાં વધુ એક ગુજરાતી યુવકની હત્યા, મૂળ નવસારીના મોટેલ માલિક સ્તયેન નાયકનું મોત
One more gujarati shot dead in America : અમેરિકામાં છેલ્લા ઘણા સમયથી ગુજરાતી પર ગોળીબારની ઘટના પ્રકાશમાં આવે છે ત્યારે વધુ એક ગુજરાતી પર ગોળીબાર કરીને હત્યા કરી દેવામાં આવી છે.
મૂળ નવસારીના સોનવાડી ગામના યુવકની હત્યા કરાઈ
સુત્રોમાંથી મળતી વિગતો મુજબ મૂળ નવસારીના સોનવાડી ગામના યુવકની ગોળીમારીને હત્યા કરી દેવામાં આવી છે. 46 વર્ષીય સત્યેન નાયક નોર્થ કેરોલિનામાં મોટેલ ચલાવતા હતા ત્યા જ એક અમેરિકન શખ્સે ગોળી મારીને હત્યા કરી નાખી હતી, જો કે બાદમાં તે અમેરિકન યુવકે પણ પોતાની જાતને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી. હાલ આ ઘટનાને પગલે સત્યેન નાયકનો પરિવાર ઘેરા શોકમાં ગરકાવ થયો છે. હાલ સત્યેન નાયકની હત્યા શા માટે કરવામાં આવી તેનું કારણ સામે આવ્યું નથી તેમજ આ હત્યાને પગલે સ્થાનિક પોલીસે કાર્યવાહી હાથધરી છે.