Get The App

તાંત્રિક વિધિના બહાને રૂપિયા પડાવતી ગેંગ ઝડપાતા વડોદરામાં વધુ એક ફરિયાદ નોંધાઈ

Updated: Dec 18th, 2024


Google NewsGoogle News
તાંત્રિક વિધિના બહાને રૂપિયા પડાવતી ગેંગ ઝડપાતા વડોદરામાં વધુ એક ફરિયાદ નોંધાઈ 1 - image


Vadodara : વડોદરા પોલીસે તાંત્રિક વિધિના બહાને છેતરપિંડી કરતા આરોપીઓને ઝડપી પાડ્યા છે. એક પછી એક અલગ અલગ પોલીસ સ્ટેશનમાં દોઢથી બે મહિના જુના બનાવની ફરિયાદ હાલમાં નોંધાવવા લાગી છે.

અમદાવાદીપોળ કડવા શેરીમાં રહેતા જ્યોત્સનાબેન અશ્વિનભાઈ પંડ્યાએ રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે મારે વિધવા પેન્શન સહાય યોજના શરૂ કરાવી હતી. જેથી મેં મારી બહેનપણી મીનાબેનને 10 મી ઓગસ્ટ ફોન કરી વાત કરી હતી. પાણીગેટ ગણપતિ મંદિર પાસેથી અમે રિક્ષામાં બેસીને જતા હતા. રિક્ષા ચાલ કે વાતચીત કરીને પરિચય કેળવ્યો હતો. ત્યારબાદ તેઓ મીનાબેનના ઘરે ગયા હતા અને મંદિરમાં ચાંદીનો માતાજીના ફોટાવાળો સિક્કો પડ્યો હોય તે હાથમાં લઇ તેઓએ કહ્યું કે આ સિક્કા ઉપર તમને દસ ગણા પૈસા કરી આપીશ જો તમે 10,000 રૂપિયા આપો તો એક લાખ રૂપિયા થઈ જશે તેમ કહીને લાલચ આપે 30,000 રૂપિયા પડાવી દીધા હતા.


Google NewsGoogle News