ગાંધીધામમાં બોગસ ડોકટરોના રાફડા વચ્ચે ફરી એક ઝડપાયો
પરપ્રાંતિય બોગસ તબીબો દ્વારા સ્થાનિક લોકો પર જોખમી પ્રેક્ટિસ કરવામાં આવતી હોવાની રાવ
આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ આરોપી પીએસએલ કાર્ગોમાં રહેતા મુળ યુપીના બ્રિજનંદનપ્રસાદ રામજીતપ્રસાદ કુશ્વા પાસે કોઈપણ પ્રકારની ડોકટરની ડિગ્રી ન હોવા છતાં ગેરકાયદે રીતે દવાખાનું ચલાવી પ્રેક્ટિસ કરી એલોપેથીક દવાઓ અને મેડિકલના સાધનો રાખ્યા હતા. જેથી પોલીસે ૧૯,૮૮૪ નો મુદ્દામાલ કબજે કરી બી ડિવિઝન પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. તો બીજી તરફ સૂત્રોના જણાવ્યા પ્રમાણે કાર્ગો વિસ્તારમાં પાંચથી છ ડોક્ટર બોગસ પ્રેક્ટિસ કરી રહ્યા હોવા છતાં માત્ર એકલ-દોકલ ડોક્ટર પર જ કાર્યવાહી કરવામાં આવે છે. જ્યારે પોલીસને જે સાચવે છે તેના પર કાર્યવાહી ન થતી હોવાની પણ ચર્ચા છે. જો આ વખતે પૂરો કરશે એસપી અંગત રસ લઇ કામગીરી કરાવે તો પોલીસની સીધી સંડોવણી બહાર આવે તેમ હોવાનું પણ સૂત્રોએ જણાવ્યું હતું.