Get The App

વાઘોડિયા ચોકડીના બ્રિજ ઉપર ફરી એકવાર બે ટ્રક વચ્ચે અકસ્માત, ટ્રાફિક જામના દ્રશ્યો

Updated: Nov 29th, 2024


Google NewsGoogle News
વાઘોડિયા ચોકડીના બ્રિજ ઉપર ફરી એકવાર બે ટ્રક વચ્ચે અકસ્માત, ટ્રાફિક જામના દ્રશ્યો 1 - image


Vadodara Accident : વડોદરા પાસે વાઘોડિયા ચોકડીના બ્રિજ ઉપર ત્રણ દિવસમાં બીજો અકસ્માત થયો છે અને તેમાં પણ ફસાયેલા ડ્રાઇવરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. 

વાઘોડિયા ચોકડી બ્રિજ ઉપર આજે પરોઢિયે અમદાવાદથી સુરત તરફ જતી બે ટ્રક ધડાકાભેર ભટકાતા એક ટ્રકનો ડ્રાઇવર ફસાઈ ગયો હતો. બનાવને પગલે હાઈવે પર ટ્રાફિક જામ થતા પોલીસ દોડી ગઈ હતી. 

ફાયર બ્રિગેડને જાણ કરાતા ડ્રાઇવર કેબીનના પતરા ચીરીને ફસાયેલા ડ્રાઇવરને બહાર કાઢી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો. ત્યારબાદ ઉપરોક્ત બ્રિજ પરનો ટ્રાફિક પૂર્વવત થયો હતો. 

નોંધનીય છે કે, બે દિવસ પહેલા આ બ્રિજ ઉતરતા ચાર વાહનો વચ્ચે અકસ્માત થયો હતો અને તેમાં પણ કન્ટેનરનો ડ્રાઇવર ફસાતાં ફાયર બ્રિગેડ દ્વારા તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.


Google NewsGoogle News