Get The App

પૂર્વ વિસ્તારમાં સાઇકલ ટ્રેકનો વિવાદ હજી ચાલુ છે, છતાં બીજો બનાવાશે

સમા કેનાલથી છાણી કેનાલ સુધી સાઇકલ ટ્રેક બનશે : ટ્રેકને બદલે લોક સુવિધાના કામો કરવા વિપક્ષની ટકોર

Updated: Dec 7th, 2024


Google NewsGoogle News
પૂર્વ વિસ્તારમાં સાઇકલ ટ્રેકનો વિવાદ હજી ચાલુ છે, છતાં બીજો બનાવાશે 1 - image

 વડોદરા,વડોદરા મ્યુનિ.કોર્પોરેશને અગાઉ પૂર્વ વિસ્તારમાં ૧.૮૮ કરોડના ખર્ચે બનાવેલા કહેવાતા સાઇકલ ટ્રેકનો વિવાદ હજી ચાલુ છે, છતાં કોર્પોરેશનની આજ રોજ મળેલી સ્થાયી સમિતિએ બીજો સાઇકલ ટ્રેક બનાવવાનો નિર્ણય કર્યો છે.

પૂર્વ વિસ્તારના  ટ્રેક પર જ ખોદકામ અને ગેરકાયદે દબાણો થઈ ગયા છે. કોર્પોરેશનની વિના વિચાર્યે કરેલી આ કામગીરીની ખૂબ  ટીકા થઈ રહી છે.

સ્થાયી સમિતિએ જે દરખાસ્ત મંજૂર કરી છે તેમાં  સમા કેનાલથી છાણી કેનાલ સુધી આશરે ૩ કિલોમીટરનો સાઈકલ ટ્રેક, જોગિંગ ટ્રેક સહિતનો ખર્ચ  રૃ.૧૦.૪૦ કરોડ થશે. 

આ કામગીરી વ્યવસાય વેરાની વર્ષ ૨૦૨૩-૨૦૨૪ ની ગ્રાન્ટ તથા ભારત સરકારના જાહેર સાહસની કંપનીના ૩.૦૨ કરોડના સીએસઆર ફંડમાંથી કરવામાં આવશે. 

આ ટ્રેક જયાં બનાવવાનો છે, તે વોર્ડ નં. ૧ ના કોંગ્રેસના કોર્પોરેટરે આ દરખાસ્ત રજૂ થઇ ત્યારે જ વિરોધ કરતા કહ્યું હતું કે   સીએસઆર ફંડમાંથી રૃપિયા ખર્ચાય  એનો વાંધો નથી, પણ વ્યવસાયવેરાની ગ્રાન્ટના ૭.૩૮કરોડ  વિસ્તારમાં ગટર, પાણી, રોડ-રસ્તા  ઉપરાંત અનેક લોકસુવિધાના જરૃરી કામો કરવાના હજી બાકી છે, તેના માટે વાપરવા જોઇએ. ગ્રાન્ટનો ઉપયોગ જરૃરી કામા ે માટે કરવો જોઈએ.  વ્યવસાય વેરાની ગ્રાન્ટનો ઉપયોગ કેનાલ માટે મજબૂતાઇ અર્થે રિટેનિંગ વોલ બનાવવા ખર્ચાશે. 

જ્યારે સાઇકલ ટ્રેકનો ખર્ચ સીએસઆઇ ફંડમાંથી થશે. જો કે વિપક્ષના નેતાનું કહેવું છે કે શાસકોએ ફંડ અને ગ્રાન્ટના નાણા લોકોના ઉપયોગી કામો માટે  વાપરવા જોઈએ.


Google NewsGoogle News