પોલીસ કે ફાયરબ્રિગેડ બોલાવવા નવો ઈમરજન્સી નંબર '112', બજેટમાં જાહેરાત
રાજ્ય સરકારે 'જનરક્ષક યોજના' નામની યોજના જાહેરાત કરી
Gujarat Budget 2024: ગુજરાત રાજ્ય બજેટમાં આજે નાણામંત્રી કનુભાઈ દેસાઈએ મહત્વની જાહેરાત કરી છે. નાણામંત્રીએ જણાવ્યુ કે,'નંબર 112 ડાયલ કરવાથી પોલીસ, ફાયર બ્રિગેડ અને બીજી ઈમરજન્સી સેવાઓ ઉપલબ્ધ થશે.' આ નંબર ડાયલ કરવાથી શહેરી વિસ્તારમાં 10 મિનિટમાં અને ગ્રામ્ય વિસ્તારમાં 30 મિનિટમાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી જશે. આ માટે સરકારે 'જનરક્ષક યોજના' નામની યોજના જાહેરાત કરવામાં આવી છે.
1100 જનરક્ષક વાહનોનું માળખુ ગોઠવાશે. આ સાથે નવી 2500 જેટલી એસટી બસો ખરીદાશે. નવા સબ સ્ટેશનનો સ્થાપવા 380 કરોડની જોગવાઈ કરાઈ છે.
બજેટમાં ગૃહ વિભાગ માટે મોટી જાહેરાત
આ વખતે નાણામંત્રીએ બજેટમાં ગૃહ વિભાગ માટે કુલ રૂપિયા 10,378 કરોડની જોગવાઈ કરી છે. આ સાથે ઉદ્યોગ અને ખાણ ખનીજ વિભાગ માટે કુલ રૂપિયા 9228 કરોડ, વન અને પર્યાવરણ વિભાગ માટે કુલ રૂપિયા 2586 કરોડ, કલાઇમેટ ચેન્જ વિભાગ માટે કુલ રૂપિયા 1163 કરોડ, કાયદા વિભાગ માટે કુલ રૂપિયા 2559 કરોડ, મહેસુલ વિભાગ માટે કુલ રૂપિયા 5195 કરોડ, સામાન્ય વહીવટ વિભાગ માટે કુલ રૂપિયા 2239 કરોડ અને માહિતી અને પ્રસારણ વિભાગ માટે કુલ રૂપિયા 384 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.