Get The App

જાહેરનામુઃ દૂધની ડેરીવાળો ઓવરબ્રિજ 4 જાન્યુ. સુધી બંધ રહેશે

Updated: Dec 18th, 2024


Google NewsGoogle News
જાહેરનામુઃ દૂધની ડેરીવાળો ઓવરબ્રિજ 4 જાન્યુ. સુધી બંધ રહેશે 1 - image


- ઓવરબ્રીજના રિપેરિંગને લઇ ડાયવર્ઝન અપાયું

- બાયપાસ જતાં વાહનો ગણપતિ ફાટસર થઇ જીઆઇડીસી કોઝવે તરફ જવાનું રહેશે

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર બાયપાસ રોડ પર આવેલ ઓવરબ્રીજના સ્ટ્રકચરને લીફટ કરી બેરીંગ બદલવાની કામગીરીને ધ્યાને લઈ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા આગામી દિવસોમાં આ ઓવરબ્રીજ પરથી વાહનોને પસાર થવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે અને તંત્ર દ્વારા નક્કી કરેલ રસ્તા પર વાહનોને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે.

સુરેન્દ્રનગર બાયપાસ રોડ પર દુધની ડેરીવાળા ઓવરબ્રીજની રિપેરીંગની કામગીરીને ધ્યાને લઈ ઓવરબ્રીજ પર વાહનોનો પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે જેમાં આગામી તા.૨૧ ડિસેમ્બરથી ૦૪ જાન્યુઆરી ૨૦૨૫ સુધી આ ઓવરબ્રીજ પર નાના-મોટા વાહનો પસાર નહીં કરવા અંગેનું અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અને ડાયવર્ઝન જાહેર કરવામાં આવ્યા છે. જે મુજબ રાજકોટ તરફથી સુરેન્દ્રનગર આવી અમદાવાદ તરફ જતા ભારે વાહનોને મેકશન સર્કલ થઈ ગણપતિ ફાટસર, ઘરશાળા રોડ, ધોળીપોળ, ગેબનશાપીર થઈ અમદાવાદ તરફ જવાનું રહેશે જ્યારે અન્ય વાહનોએ મેકશન સર્કલથી ગણપતિ ફાટસર, ઘરશાળા રોડ, જીઆઈડીસી કોઝવે, ડીમાર્ટ, ગેબનશાપીર થઈ અમદાવાદ તરફ જવાનું રહેશે. આ ઉપરાંત અમદાવાદ તરફથી સુરેન્દ્રનગર આવી રાજકોટ તરફ જતા ભારે વાહનોને ગેબનશાપીર સર્કલથી, ડીમાર્ટ, જીઆઈડીસી કોઝવે, ઘરશાળા રોડ, ગણપતિ ફાટક, મેકશન સર્કલ થઈ રાજકોટ તરફ જવાનું રહેશે. જ્યારે અન્ય વાહનોને ઉપાસના સર્કલ એમ.પી.શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ, રીવરફ્રન્ટ, જીલ્લા પંચાયત ત્રણ રસ્તા, નવા સર્કિટ હાઉસ રોડ થઈ રાજકોટ તરફ જવાનું રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર વાહનચાલકો સહિતના તમામ વ્યક્તિઓને શિક્ષા તેમજ દંડ ફટકારવામાં આવશે અને તેનો કડક અમલ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલથી લઈ ડીવાયએસપી સુધીનો હોદ્દો ધરાવનાર તમામ પોલીસ કર્મચારીઓને સત્તા આપવામાં આવી છે.


Google NewsGoogle News