Get The App

સુરતના માર્ગે વડોદરા : ટ્રાફિક નિયમન અંગે માઈકના માધ્યમથી એનાઉન્સમેન્ટ કરાયું

Updated: Mar 6th, 2025


Google News
Google News
સુરતના માર્ગે વડોદરા : ટ્રાફિક નિયમન અંગે માઈકના માધ્યમથી એનાઉન્સમેન્ટ કરાયું 1 - image

image : Social media

Vadodara Traffic Police : સુરત શહેરની જેમ વડોદરા શહેરમાં પણ રસ્તામાં નડતરરૂપ રીતે ઊભા રહેતા વાહનો અંગેના સૂચનો માઈક દ્વારા એનાઉન્સ કરવામાં આવી રહ્યા છે. રસ્તામાં નડતરરૂપ વાહનને હટાવવા તથા ટ્રાફિક મોનિટરિંગ કરવાના મામલે ભીડભાડવાળા ચાર રસ્તાએ માઈકથી એનાઉન્સમેન્ટ કરવામાં આવી રહ્યું છે. 

શહેરમાં દિવસને દિવસે વધતી જતી ટ્રાફિકની સમસ્યાને ધ્યાનમાં લેતા રાજ્યના અન્ય શહેરો, જ્યાં વડોદરાથી પણ વધુ ટ્રાફિકનું ભારણ રહે છે તેવા શહેરોના, ટ્રાફિકના નિયમ પ્રમાણે વડોદરામાં તેનો અમલ શરૂ કરવામાં આવ્યો છે. શહેરના વિવિધ વિસ્તારમાં આવેલા જંકશન પર ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા માઈક લગાવવામાં આવ્યું છે અને અહીં ટ્રાફિકનો ભંગ કરનાર કે ટ્રાફિક બ્રિગેડના જવાન દ્વારા યોગ્ય રીતે મોનિટરિંગ ન થાય તો માઈક દ્વારા તેનું એનાઉન્સ કરી જરૂરી સૂચન આપવામાં આવતા હોય છે. ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા પાસે રસ્તાની વચ્ચોવચ એક ઉભી રહેલી રિક્ષાના કારણે ટ્રાફિકની સમસ્યા વકરતી હતી. વાહનો અહીંથી સરળતાથી પસાર ન જઈ શકતા ચાર રસ્તા પાસે લગાવવામાં આવેલા માઈકના માધ્યમથી પોલીસ કંટ્રોલરૂમમાં ફરજ બજાવતા કર્મચારીએ રસ્તામાં ઊભી રાખવામાં આવેલી રિક્ષાને તાત્કાલિક દૂર કરવાની સૂચના આપી હતી. માઇક દ્વારા ઉપરાછાપત્રી સૂચના અપાતા અહીંના સાઈડમાં મૂકવામાં આવેલા બાંકડા પર બેઠેલા ટ્રાફિક બ્રિગેડના જવાનો તુરંત દોડી આવ્યા હતા અને રીક્ષાને અહીંથી હટાવી રસ્તો ખુલ્લો કર્યો હતો. શહેરના અન્ય વિસ્તારો, ખાસ કરીને જ્યાં ભીડભડવાળા જંકશન છે ત્યાં, ટ્રાફિક નિયમનનો કડક અમલ થાય, ટ્રાફિક પોલીસ વધારવા સાથે જરૂર લાગે તો ઈ મેમા આપવાની પણ શરૂઆત થાય તે લોકહિતમાં હવે જરૂરી બન્યું છે.


Tags :
VadodaraVadodara-Traffic-PoliceTraffic-Regulation-AnnouncementCCTV

Google News
Google News