આજથી પાલિકાની બસમાં મહિલાઓ માટે વિના મૂલ્ય મુસાફરીની જાહેરાતનું સુરસુરિયું

Updated: Nov 9th, 2023


Google NewsGoogle News
આજથી પાલિકાની બસમાં મહિલાઓ માટે વિના મૂલ્ય મુસાફરીની જાહેરાતનું સુરસુરિયું 1 - image


                                                           Image Source: Facebook

શાસકોએ કરેલી જાહેરાતના આધારે અનેક મહિલાઓએ વિનામૂલ્ય મુસાફરીની માંગણી કરી પરંતુ સીટી લિંકએ પાડી દીધી

શાસકો અને વહીવટી તંત્ર વચ્ચે સંકલન નો અભાવને કારણે

સુરત, તા. 09 નવેમ્બર 2023 ગુરૂવાર

સુરત મહાનગરપાલિકાના ભાજપ શાસકો અને વહીવટી તંત્ર વચ્ચે સંકલનના અભાવને કારણે લાભ પાચમ સુધી મહિલાઓને બસમાં ફ્રી મુસાફરીની જાહેરાતનું સુરસુરિયું થઈ ગયું છે. શાસકોએ કરેલી જાહેરાતને પગલે આજે અનેક બસમાં મહિલાઓએ વિનામૂલ્ય મુસાફરીની ડિમાન્ડ કરી હતી પરંતુ સીટી લિંક ઓપરેટરે ના પાડી દેતા વિવાદ થયો છે.

ગઈકાલે ભાજપ શાસકોએ મોટા ઉપાડે વિનામૂલ્યે મુસાફરીની જાહેરાત કરી હતી. આજથી લાભ પાંચમ સુધી પાલિકાની સીટી અને બીઆરટીએસ બસમાં મહિલાઓ અને 15 વર્ષ સુધીના બાળકોને વિનામૂલ્ય મુસાફરીની જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાત બાદ ભાજપના કોર્પોરેટરો એ સોશિયલ મીડિયામાં વાહ વાહી પણ મેળવી લીધી હતી  જોકે એક દિવસ કરતા વધુ દિવસ વિના મૂલ્ય મુસાફરીની રજૂઆત હોય તો સીટી લિંકની બોર્ડમાં જવું પડે છે. પરંતુ તે પ્રક્રિયા પૂરી થઈ ન હતી. જેને કારણે સીટી બસમાં વિના મૂલ્ય મુસાફરી ની જાહેરાત બાળપણ મહિલાઓએ પૈસા ખર્ચીને મુસાફરી કરવી પડી હતી 

સુરત પાલિકામાં અનેક કામો મંજૂરીની અપેક્ષાએ થતા હોય છે પહેલા કામ થઈ જાય અને પછી મંજૂરી મળી શકે તેવા અનેક કિસ્સા છે. પરંતુ આ કિસ્સામાં આ પ્રકાર ની પ્રક્રિયા ન થતાં અનેક તર્ક વિતરક થઈ રહ્યા છે.


Google NewsGoogle News