Get The App

આંકલાવ, બોરિયાવી, ઓડ પાલિકાની ચૂંટણી જાહેર

Updated: Jan 22nd, 2025


Google NewsGoogle News
આંકલાવ, બોરિયાવી, ઓડ પાલિકાની ચૂંટણી જાહેર 1 - image


- રાજ્ય ચૂંટણી આયોગે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર કરતા આદર્શ આચારસંહિતા અમલી

- ઉમરેઠ નગરપાલિકાના વોર્ડ નં.૪ની એક બેઠક તથા ખંભાત તાલુકા પંચાયતની ઉંદેલ-2 ની એક બેઠક માટે પેટા ચૂંટણીનું એલાન : પાલિકા અને તાલુકા પંચાયતોના દાવેદારોમાં દોડધામ : બોરસદ અને સોજિત્રા પાલિકાની ચૂંટણી જાહેર ન કરાઇ : ગ્રામ પંચાયતોની ચૂંટણીની જાહેરાત ન થઇ 

આણંદ : રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા મંગળવારે રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર કરી હતી. આણંદ જિલ્લામાં આંકલાવ, બોરીયાવી અને ઓડ નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી, ઉમરેઠ નગરપાલિકાની એક બેઠક માટે પેટા ચૂંટણી અને ખંભાત તાલુકા પંચાયતની એક બેઠક માટે પેટા ચૂંટણી જાહેર કરાઈ હતી. જોકે, છેલ્લા બે વર્ષ ઉપરાંતથી સુપરસીડ થયેલી બોરસદ અને સોજિત્રા નગરપાલિકાની ચૂંટણી જાહેર કરવામાં આવી નહતી. આગામી તા.૧૬ ફેબુ્રઆરીએ સવારે ૭થી સાંજે ૬ વાગ્યા દરમિયાન ઈવીએમથી મતદાન યોજાશે. જેના બે દિવસ બાદ એટલે કે તા.૧૮ ફેબુ્રઆરીએ પરિણામ જાહેર થશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થતાં જ જિલ્લામાં ચૂંટણીની આદર્શ આચારસંહિતા અમલી બની છે. 

આણંદ જિલ્લા સહિત રાજ્યભરની મહાનગરપાલિકા, નગરપાલિકાઓ, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી અંગે તા.૨૭ જાન્યુઆરીના રોજ જાહેરનામું બહાર પાડવામાં આવશે. ઉમેદવારોને ચૂંટણી પ્રચાર માટે માત્ર ૧૦ દિવસનો સમય મળ્યો છે. મંગળવારે ચૂંટણી આયોગે ચૂંટણી જાહેર કરતા રાજકીય પક્ષોના કાર્યકરોમાં દોડધામ મચી ગઈ હતી. 

આંકલાવ ગ્રામ પંચાયતને વર્ષ ૨૦૦૦માં નગરપાલિકાની માન્યતા અપાઈ હતી. ત્યારથી ભાજપ દ્વારા મેન્ડેટ આપીને ચૂંટણી લડવામાં આવી છે. જોકે, કોંગ્રેસ દ્વારા મેન્ડેટનો આગ્રહ રાખ્યા વિના કોંગ્રેસ સમર્થિત ઉમેદવારોને ચૂંટણી લડાવતા ૨૪ વર્ષથી પાલિકામાં કોંગ્રેસ સમર્થિત અપક્ષોએ સત્તા મેળવી હતી. આંકલાવ પાલિકામાં અત્યારસુધીમાં એકપણ વખત પાલિકા પ્રમુખની ખુરશી સુધી પહોંચવામાં ભાજપને સફળતા મળી નથી.  

ત્યારે આ ચૂંટણીમાં પણ ભાજપ દ્વારા મેન્ડેટ અપાય તેવી શક્યતાઓ છે, જ્યારે કોંગ્રેસ દ્વારા હજૂ સુધી મેન્ડેટ હેઠળ ચૂંટણી લડાશે કે કેમ તે અંગે ખૂલાસો કરવામાં આવ્યો નથી. અગાઉ જિલ્લામાં ભાજપના મંડલ પ્રમુખોના નામ જાહેર થયા ત્યારે પણ આંકલાવ શહેર મંડલ પ્રમુખનું નામ જાહેર કરવામાં આણંદ જિલ્લા ભાજપ અવઢવની સ્થિતિમાં મુકાયું હતું. ત્યારે આંકલાવ પાલિકાની ચૂંટણી જાહેર થતાં શહેર ભાજપ મંડલ સંગઠનનું દોરી સંચાર અને આયોજન કોણ કરશે તે અંગેના તર્ક-વિતર્ક ચર્ચાની એરણે ચઢ્યા છે. 

જોકે, છેલ્લા બે વર્ષથી વધુ સમયથી સુપરસીડ થયેલી બોરસદ અને સોજિત્રા નગરપાલિકાની ચૂંટણી જાહેર ન થતાં નાગરિકોમાં નિરાશા જોવા મળી હતી. ઓબીસીની ભલામણ મુજબ રિઝર્વેશન નક્કી ન થતાં ચૂંટણી જાહેર ન કરાઈ હોવાનું જાણવા મળ્યું છે. 

ગ્રામ પંચાયતોની ચૂંટણીની જાહેરાત ન થતાં અનેક ગામડાઓમાં રાજકીય કાર્યકરોમાં નિરાશા જોવા મળી હતી. જિલ્લાની ત્રણ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી, ઉમરેઠ નગરપાલિકાની એક બેઠક પર પેટા ચૂંટણી અને ખંભાત તાલુકા પંચાયતની ૨૪ ઉંદેલ-૨ બિન અનામત સામાન્ય બેઠક માટેની ચૂંટણી જાહેર થતાં જ શિયાળામાં સમી સાંજ બાદ રાજકીય ગરમાવો શરૂ થઈ ગયો હતો. 

આંકલાવ નગરપાલિકા

વસ્તી - 21,003 : કુલ વોર્ડની સંખ્યા - 6

વોર્ડ

વસ્તી

પ્રથમ બેઠક (સ્ત્રી)

બીજી બેઠક (સ્ત્રી)

ત્રીજી બેઠક

ચોથી બેઠક

૩૪૭૪

સામાન્ય

સામાન્ય

પછાતવર્ગ

સામાન્ય

૩૩૭૧

સામાન્ય

સામાન્ય

પછાતવર્ગ

સામાન્ય

૩૩૨૪

પછાતવર્ગ

સામાન્ય

સામાન્ય

સામાન્ય

૩૩૮૮

પછાતવર્ગ

સામાન્ય

સામાન્ય

સામાન્ય

૩૯૮૧

અનુ.જાતિ

સામાન્ય

પછાતવર્ગ

સામાન્ય

૩૪૬૫

પછાતવર્ગ

સામાન્ય

સામાન્ય

સામાન્ય

3 પાલિકાની 72 બેઠકો માટે રસાકસીભર્યો જંગ 

રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આંકલાવ, બોરીયાવી અને ઓડ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી જાહેર કરવામાં આવી છે. આણંદ જિલ્લાની ત્રણ પાલિકાની ચૂંટણીમાં ૧૮ વોર્ડની ૭૨ બેઠકો માટે રસાકસીનો જંગ જામશે. નવા સીમાંકન મુજબ અનામત સહિત ૩૬ બેઠકો ઉપર સ્ત્રી અને ૩૬ બેઠકો ઉપર પુરૂષો પ્રતિનિધિત્વ કરશે.  

બોરિયાવી નગરપાલિકા

વસ્તી - 19,865 : કુલ વોર્ડની સંખ્યા - 6

વોર્ડ

વસ્તી

પ્રથમ બેઠક (સ્ત્રી)

બીજી બેઠક (સ્ત્રી)

ત્રીજી બેઠક

ચોથી બેઠક

૩૦૮૪

સામાન્ય

સામાન્ય

પછાતવર્ગ

સામાન્ય

૩૫૭૨

પછાતવર્ગ

સામાન્ય

સામાન્ય

સામાન્ય

૩૫૨૪

સામાન્ય

સામાન્ય

પછાતવર્ગ

સામાન્ય

૩૦૧૯

સામાન્ય

સામાન્ય

પછાતવર્ગ

સામાન્ય

૩૦૮૪

પછાતવર્ગ

સામાન્ય

સામાન્ય

સામાન્ય

૩૫૮૨

પછાતવર્ગ

સામાન્ય

સામાન્ય

સામાન્ય

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગેનો કાર્યક્રમ

તા.ર૧ જાન્યુઆરી-ર૦રપ - આદર્શ આચારસંહિતા લાગુ

તા.ર૭ જાન્યુઆરી-ર૦રપ - ચૂંટણી અંગેનું જાહેરનામું

તા.૧ ફેબ્રુઆરી-ર૦રપ - ઉમેદવારીપત્ર રજૂ કરવાની અંતિમ તારીખ

તા.૩ ફેબ્રુઆરી-ર૦રપ - ઉમેદવારીપત્ર ચકાસણી

તા.૪ ફેબ્રુઆરી-ર૦રપ - ઉમેદવારી પરત ખેંચવાની તારીખ

તા.૧૬ ફેબ્રુઆરી-ર૦રપ - સવારે ૭ થી સાંજે ૬ સુધી મતદાન

તા.૧૭ ફેબ્રુઆરી-ર૦રપ - જરૂર પડે પુનઃ મતદાન

તા.૧૮ ફેબ્રુઆરી-2025 - સવારે 9 વાગ્યાથી નિર્ધારીત સ્થળે મત ગણતરી

ઓડ નગરપાલિકા

વસ્તી - 19,210 : કુલ વોર્ડની સંખ્યા - 6

વોર્ડ

વસ્તી

પ્રથમ બેઠક (સ્ત્રી)

બીજી બેઠક (સ્ત્રી)

ત્રીજી બેઠક

ચોથી બેઠક

૩૨૩૯

સામાન્ય

સામાન્ય

પછાતવર્ગ

સામાન્ય

૩૩૬૦

અનુ.જાતિ

સામાન્ય

પછાતવર્ગ

સામાન્ય

૩૦૬૫

પછાતવર્ગ

સામાન્ય

સામાન્ય

સામાન્ય

૩૦૯૬

પછાતવર્ગ

સામાન્ય

સામાન્ય

સામાન્ય

૩૨૪૫

સામાન્ય

સામાન્ય

પછાતવર્ગ

સામાન્ય

૩૨૦૫

પછાતવર્ગ

સામાન્ય

સામાન્ય

સામાન્ય


Google NewsGoogle News