ઘોડામાં ગ્લેન્ડર નામનો ચેપી રોગ દેખાતા, વલસાડ જીલ્લા પશુ આરોગ્ય તંત્ર દોડતું થયુ
પશુ ચિકિત્સકની ટીમ દ્વારા 305 ઘોડાનું ચેકઅપ કરાયું
વલસાડ જીલ્લામાં ઘોડાઓમાં ગ્લેન્ડર નામનો ચેપી રોગ એક પણ ઘોડામાં દેખાયો નથી
Image Twitter |
સુરત, તા. 18 ફેબ્રુઆરી 2023, શનિવાર
તાજેતરમાં જ સુરતમાં અચાનક ગ્લેન્ડર નામનો અતિ ચેપી રોગ દેખાતા રાજ્ય પશુ ચિકિત્સકની ટીમ દોડતી થઈ ગઈ છે. સુરતની આ ઘટના સામે આવતા વલસાડ જીલ્લા પશુ આરોગ્ય સફાળુ જાગ્યુ છે અને તાત્કાલિક પશુ ચિકિત્સકની ટીમ દ્વારા 305 ઘોડાનું ચેકઅપ કરવામાં આવ્યુ હતુ. માહિતી મુજબ વલસાડ જીલ્લામાં સૌથી વધારે ઘોડા પોલીસ વિભાગ પાસે છે. જ્યારે બાકીના ઘોડા લગ્ન અને બગીઓ વાળા પાસે છે.
પશુ ચિકિત્સકની ટીમ દ્વારા 305 ઘોડાનું ચેકઅપ કરાયું
સુરત ખાતે ઘોડાઓમાં ગ્લેન્ડર નામનો રોગ ફેલાવાથી હાલમાં 6 ઘોડાઓ આ રોગનો શિકાર બન્યા છે. જે બાદ વલસાડ જીલ્લાની પશુ ચિકિત્સકની ટીમ દ્વારા 305 ઘોડાનું ચેકઅપ કરવામાં આવ્યુ હતું. જેમા રોગના લક્ષણો વિશે ચકાસણી કરવામાં આવી હતી. જો કે આ તપાસમાં રોગના કોઈ લક્ષણો જોવા મળ્યા નહોતા. અને તમામ ઘોડા તંદુરસ્ત હોવાનું સ્પષ્ટ થયુ હતુ.
વલસાડ જીલ્લામાં ઘોડાઓમાં ગ્લેન્ડર નામનો ચેપી રોગ એક પણ ઘોડામાં દેખાયો નથી
આ ઉપરાંત જીલ્લાના ઘોડા પાલકોને સુચના આપવામાં આવી છે કે દર 15 દિવસે પપશુ ચિકિત્સકની ટીમ દ્વારા 305 ઘોડાનું ચેકઅપ કરવામાં આવ્યુ હતુ દ્વારા પ્રાથમિક ચેકઅપ કરવા સુચના આપવામાં આવી છે. અને આ ઉપરાંત ઘોડા પાલકને ઘોડામાં કોઈ બીમારી જણાય તો તાત્કાલિક સારવાર આપવામાં આવશે. તેમજ રસીકરણ અને સારવાર અપાવવી જેથી કરીને અન્ય પશુઓ આ રોગનો શિકાર ન બને એટલા માટે આવી તકેદારી રાખવી જરુરી છે. આ મુદ્દે જીલ્લા પશુ ચિકિત્સક અધિકારીએ માહિતી આપતાં કહ્યુ હતું કે વલસાડ જીલ્લામાં ઘોડાઓમાં ગ્લેન્ડર નામનો ચેપી રોગ એક પણ ઘોડામાં દેખાયો નથી.